એક તરફ ખેતરોમાં કાદવ, ભીના પાક અને તૂટી ગયેલી આશાઓ બીજી તરફ, એસી ચેમ્બરમાં બેસેલા ધારાસભ્યો અને મંત્રીઓ.પત્ર લખાઈ રહ્યા છે, ટ્વિટર પોસ્ટ થઈ રહી છે, ફોટા ખેંચાઈ રહ્યા છે. પરંતુ હકીકતમાં, ખેડૂતોની પાસે પહોચે છે. શું ફક્ત ખાલી વચનો અને રાજકીય નાટક! ભાજપના હોય કે કોંગ્રેસના બધા હવે મુખ્યમંત્રીને પત્ર લખી બતાવી રહ્યા છે કે અમે ખેડૂતોની સાથે છીએ. પૂર્વ મંત્રી મુકેશ પટેલ હોય કે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ, કે પછી બાયડના ધવલસિંહ ઝાલા બધા હવે એક જ કામમાં લાગી ગયા છે. મુખ્યમંત્રીને પત્ર લખવાનો શોરગુલ કર્યો છે. પરંતુ સવાલ એ છે ખેડૂતોને આ પત્રોથી શું મળવાનું છે.રાહત સહાયના ચેક કે ફક્ત રાજકીય ચેકમેટ.
આ દુઃખની ઘડીમાં ખેડૂતોના ખેતરોમાં જવાનું કોઈ પાસે સમય નથી. ત્યાં તેમની આંખોમાં ઉઠતી વેદના જોવા કોઈ પહોંચતું નથી.પણ હા, કેમેરા સામે પોઝ આપવા, પત્ર વાંચી બતાવવા, અને રાજકીય કૌશલ્ય બતાવવા દરેક તૈયાર છે.ટૂંકમાં કહીએ તો, આ છે રાજકીય ડ્રામાનો નવો એપિસોડ છે.ખેડૂતના આંસુઓ પર રાજકીય લેટરવોર છે.જ્યાં દરેક નેતા પોતાનું નામ હેડલાઈનમાં લાવવા માટે ખેડૂતોના દુઃખને માધ્યમ બનાવી રહ્યો છે.ખેડૂતોને આજે સહાય, આશ્વાસન અને હકીકતી મદદ જોઈએ છે પરંતુ મળ્યું શું.કાગળના પત્રો, ટ્વિટના ફોટા અને વચનોનો વરસાદ. આ છે ગુજરાતના ખેડૂતોની હાલત જ્યાં આકાશમાંથી વરસે છે પાણી.અને રાજકારણીઓના મગજમાંથી વરસે છે પત્રો.ગુજરાત કહે છે.ખેડૂતોને સહાય જોઈએ, સહાનુભૂતિ નહીં.પરંતુ રાજકારણીઓએ દુઃખને પણ પ્રચારનો માધ્યમ બનાવી દીધો છે.આ છે આપણા નેતાઓની લેટરવોર રાજનીતિની નિર્દય હકીકત.
ખેડૂતને રાજકારણ નહીં, રાહત જોઈએ છે. વચનો નહીં, વાસ્તવિક સહાય જોઈએ ક્યારે મળશે ભગવાન જાણે
આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો બિહાર ચૂંટણી પ્રવાસ, વજીરગંજ વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી સભા સંબોધી
આ પણ વાંચો:ભૂપેન્દ્ર પટેલ કેબિનેટ : ‘હર્ષ’ વધ્યો, અલ્પેશ અલ્પાંશમાં રહ્યો, હાર્દિકનું હાર્ડ લક
આ પણ વાંચો:SMCના ગ્રીન બોન્ડનું મુંબઈ NSEમાં બેલ રીંગિંગ કરીને લીસ્ટિંગ કરાવતા CM ભૂપેન્દ્ર પટેલ…
