Dharm & Bhakti: રસ્તા પર પડેલો પૈસો મળવાનું શુભ હોય છે કે અશુભ (Auspicious or Unauspicious)? મોટાભાગના લોકોના મનમાં આ સવાલ જરુરથી ઉઠતો હોય છે…આવા પૈસો ઉપાડવો શુભ ગણાશે કે આગામી સમયમાં એ મુશ્કેલીમાં મૂકશે? આ નાનકડી (Money Vastu Tips) પણ અત્યંત મહત્વપૂર્ણ બાબત પાછળનું સત્ય જાણવાનો પ્રયાસ કરીશું. રસ્તે પડેલી નોટ અથવા તો પૈસાના સિક્કાને ઉઠાવવો જોઇએ કે કેમ? કેટલાક લોકો એને ઉપાડીને ખિસ્સામાં મૂકી દે છે તો કેટલાય લોકો એને નજરઅંદાજ કરીને પોતાના રસ્તે આગળ વધી જાય છે.
તમારી સાથે પણ એવું અવશ્ય બન્યું હશે કે તમે ઘરેથી નીકળ્યા હો અને રસ્તામાં કોઈ સિક્કો અથવા તો નોટ (Coin or Rupee Note) પડેલી દેખાઈ જાય! ઘણા લોકો એને તરત ઉપાડીને ખિસ્સામાં મૂકી દે છે જ્યારે ઘણા એને છોડીને આગળ વધી જાય છે. હવે અહિં સવાલ એ ઊભો થાય છે કે, એને ઉઠાવવો જોઇએ કે નહિં?
પ્રસિદ્ધ વાસ્તુ સલાહકાર, જ્યોતિષાચાર્ય અને અંકશાસ્ત્રીના મતે (Money Vastu Tips), આ રીતે રસ્તામાં પડેલો પૈસો મળવો (Found Money on Road) કોઇ સંયોગ નથી પણ એ બ્રહ્માંડ અને તમારી કુંડળીમાં સ્થિત ગ્રહ-નક્ષત્રોનો એક મોટો સંકેત હોય છે. એ દર્શાવે છે કે આવનારો સમય તમારા માટે કેવો રહેશે?
રસ્તા પર પડેલો પૈસો મળવાનું શુભ હોય છે કે અશુભ? (Money Vastu Tips)
રસ્તે પડેલી નોટ અથવા તો પૈસાના સિક્કાને ઉઠાવવો જોઇએ કે કેમ? કેટલાક લોકો એને ઉપાડીને ખિસ્સામાં મૂકી દે છે તો કેટલાય લોકો એને નજરઅંદાજ કરીને પોતાના રસ્તે આગળ વધી જાય છે. ઘણા લોકો એને તરત ઉપાડીને ખિસ્સામાં મૂકી દે છે જ્યારે ઘણા એને છોડીને આગળ વધી જાય છે. હવે અહિં સવાલ એ ઊભો થાય છે કે, એને ઉઠાવવો જોઇએ કે નહિં?

હિન્દુ શાસ્ત્ર
હિન્દુ શાસ્ત્રો (Hindu Shashtra) અનુસાર, રસ્તા પર પડેલા સિક્કા અથવા નોટનું મળવું માતા લક્ષ્મી (Maa Lakshmi)ની કૃપા થઇ હોવાનું જણાવાય છે. માતા લક્ષ્મી ધનની દેવી છે અને એવું માનવામાં આવે છે કે રસ્તામાં પૈસા મળવા એ બાબતનો સંકેત છે કે, માતા લક્ષ્મી તમારાથી અત્યંત પ્રસન્ન છે. જો તમે કોઈ તકલીફમાંથી પસાર થઇ રહ્યાં હો તો અચાનક તમને રસ્તામાં પૈસા મળે એનો એ અર્થ છે કે તમારો ખરાબ સમય ઝડપથી પૂર્ણ થવાના આરે છે. કેટલાક પુરાણો અનુસાર, આને પિતૃઓના આશીર્વાદ પણ માનવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્ર
જ્યોતિષ (Astrology)માં આને સારો સમય આવવાનો સંકેત માનવામાં આવે છે. જો તમને નોટ મળે તો એ બુધ અને રાહુ ગ્રહની સકારાત્મક ઊર્જાનો સંકેત દર્શાવે છે. એનો અર્થ એ થાય છે કે, તમારું રોકાયેલું ધન તમને પરત મળશે. એ ઉપરાંત, જો તમને રસ્તામાં સિક્કો મળે તો આત્માના કારક અને ઉન્નતિના દ્યોતક ગ્રહ સૂર્ય અને ગુરુની કૃપાથી તમને સમાજમાં જલદી માન-સન્માન, પ્રસિદ્ધિ અને નવીન કારકિર્દીના અવસરો મળવાના સંકેતો માનવામાં આને છે.
વાસ્તુ શાસ્ત્ર
વાસ્તુ શાસ્ત્ર (Money Vastu Tips) અનુસાર, રસ્તામાં મળેલા પૈસો એ બાબતનું પ્રતીક છે કે તમે જીવનમાં રોકાયા નથી પરંતુ યોગ્ય દિશામાં આગળ વધી રહ્યાં છો. જો તમે નવું ઘર લેવાનું અથવા તો નવો વ્યવસાય શરુ કરવાનું વિચારી રહ્યાં હો અને એ સમયે પૈસા મળે તો સમજવું કે કંઇક સારું થવાનું છે.

રસ્તા પર મળેલા પૈસાનું શું કરવું?
વિદ્વાનના મતે, રસ્તામાં મળેલા પૈસાને ક્યારેય અન્ય પૈસાની જેમ વાપરવો જોઇએ નહિં, પણ એને માથા પર લગાવીને માતા લક્ષ્મીનો આભાર પ્રગટ કરવો જોઇએ. આ પૈસાને સ્વચ્છ કરીને ઘરના મંદિરમાં મા લક્ષ્મીના ચરણોમાં મૂકી દેવો. ત્યાર બાદ, એક લાલ કપડામાં બાંધીને પોતાની તિજોરીમાં રાખવો. વાસ્તુ શાસ્ત્ર (Vastu Shashtra Money Vastu Tips) અનુસાર, આ એક શક્તિશાળી ધન ચુંબકની જેમ કાર્ય કરશે અને તમારા ઘરમાં પૈસાનો પ્રવાહ આવતો જ રહેશે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો :
આ પણ વાંચો : નવી ગાડી કે ઘરનો સામાન ખરીદતી વખતે કેમ કરવામાં આવે છે હળદર-કંકુનો ઉપયોગ? જાણો આ પ્રાચીન પરંપરા પાછળનું ધાર્મિક મહત્વ
આ પણ વાંચો : સવાર-સવારમાં આટલી ભૂલો ન કરવી! ઉઠતા જ અરીસો જોવો એ વાસ્તુદોષ બની શકે!!
