kite festival/ અમદાવાદ, રાજકોટ, ભરૂચમાં અનેક લોકોને પતંગની દોરીથી ઇજા પહોંચી

અમદાવાદમાં દોરીથી ઈજા થવાના 10 કેસ, ધાબા પરથી પડી જવાન 3 બનાવો બન્યા, ભરૂચમાં દોરીથી યુવકનું ગળું કપાઈ જતાં મોત

Gujarat Others

અમદાવાદમાં  પણ  પતંગની  દોરીથી  રાહદારીઓને  ઈજા  થવાના  અનેક બનાવો  બનવા  પામ્યા છે. જેમાં  ઘણા  લોકો  પતંગ  ચગાવતા પણ  પટકાયા  હોવાના તેમજ દોરી  વાગવાના અને  સરકાર  દ્વારા  ચાઈનીજ  દોરી  પર  પ્રતિબંધ  મૂક્યો  હોવા  છતાં  લોકો  દોરીનો ઉપયોગ  કરતાં  અન્ય  લોકોની  તે  દોરીથી  ઇજા  પહોંચતા  તેમણે જીવ  ખોવાનો  વારો  આવ્યો છે. ત્યારે  અમદાવાદમાં  10 લોકોને  દોરીથી  ગંભીર  ઈજા  થવાના  બનાવો  પ્રકાશમાં  આવ્યા  કજે. જ્યારે  બાળક  સહિત  કુલ  3 લોકો  ધાબા  પરથી  નીચે  પટકાતા. તેમને  સારવાર અર્થે  હોસ્પિટલ ખાતે  ખસેડવામાં  આવ્યા હતા.

આ  પણ  વાંચો: મને પાડવાનો અનેક લોકોએ પ્રયાસ કર્યો, મને કાંઈ થયુ નથીઃ નીતિન પટેલ 

આજે  ઉત્તરાયણના  તહેવારને  સૌ  કોઈ  આનદ  ઉલ્લાસ  સાથે  માનવી  રહ્યા છે. ત્યારે  રાજકોટમાં ઉત્તરાયણને  તહેવારને  કારણે અનેક  જગ્યાએ  લોકોને  દોરી  વાગવા ના  બનાવો  બનવા  પામ્યા  છે જેમાં  રાજકોટમાં  પણ રાહદારીને  દોરી  વગવા નો  બનાવ  સામે  આવ્યો છે. જેમાં   રાજકોટના 150 ફૂટ  રિંગ  રોડ  પરથી  પસાર  થઈ  રહેલ  રાહદારીને  અચાનક  પતંગ ની  દોરી થી  ઈજા  થવા  પામી  હતી . ત્યારે  રસ્તા  પરથી  પસાર થતાં  લોકો  દ્વારા  આ અંગેની  જાણ  108 ને  કરે  હતી  ત્યારે  108 સમયસર ન પહોંચતા માર્ગ  પરથી  પસાર  થઈ  રહેલ  કાર ચાલક  દ્વારા  રાહદારીને તાત્કાલિક  સારવાર  અર્થે  હોસ્પિટલમાં  લઈ  જતાં  યુવકનો  જીવ  બચી  જવા પામ્યો  હતો.

આ  પણ  વાંચો: નીતિ આયોગની સ્પષ્ટતા- કોરોના રસી હમણાં બજારમાં વેચાશે નહીં

જ્યારે  બીજા  એક બનાવમાં  ભરૂચમાં અંકલેશ્વરમાં ONGC ઓવરબ્રિજ પરથી પસાર  થઈ  રહેલ  યુવકને  પણ દોરી  વાગવાનો  બનાવ  સામે  આવવા  પામ્યો  છે.  જેમાં  યુવક  અંકલેશ્વરમાં ONGC ઓવરબ્રિજ પરથી પસાર  થઈ  રહ્યો હતો. તે  દરમ્યાન  પતંગની  દોરી  વચ્ચે આવતા  યુવકને  ગાળાના  ભાગે ગંભીર  ઈજાઓ થતાં  યુવકનું  મોત  નિપજવા  પામ્યું  હતું. ત્યારે  ભરૂચમાં પતંગની  દોરીથી  ઈજા  પહોંચવાના  અત્યાર સુધી  5 કેસ  સીવીલ હોસ્પિટલ  ખાતે  નોંધાવા  પામ્યા  છે.

મહેમદાવાદના જીભઈ  પૂરા  પાસે 55 વર્ષીય  આધેડ અમદાવાદથી  નડિયાદ  જઈ  રહ્યો  હતો.   ત્યારે તેઓના  ગળાના  ભાગે  દોરી  આવી  જતાં તે પતંગની  દોરી  આધેડના  ગળામાં  ભરાઈ  જતાં  આધેડ ઈજાગ્રસ્ત  થવા  પામ્યા  હતે. જેઓને  સારવાર  અર્થે હોસ્પિટલમાં  ખસેડવામાં  આવ્યા  હતા.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો