Gujarat Weather forecast/ મતદાનના દિવસે 44 ડિગ્રી ગરમીની આગાહી, અંબાલાલ પટેલે આપ્યા હીટવેવના સંકેત

ગુજરાતમાં 26 એપ્રિલે મતદાનના દિવસે અસહ્ય ગરમી પડશે. Ambalal Patelની આગાહી મુજબ પારો 44ડિગ્રી સુધી પહોંચશે. જાણો તમારા શહેરના તાપમાનની વિગત.

Top Stories Gujarat Others
Ambalal Patel Forecast 26 April 2026

Ambalal Patel Forecast 26 April 2026: ગુજરાતમાં આવતીકાલે એટલે કે 26 એપ્રિલના રોજ 15 મ્યુનિસિપલ કોર્પોરેશન, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતો માટે મતદાન યોજાવાનું છે. એક તરફ રાજકીય ગરમાવો ચરમસીમાએ છે, ત્યારે બીજી તરફ કુદરતી ગરમી પણ મતદારોની કસોટી કરશે. પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મતદાનના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી અને હીટવેવની સ્થિતિ રહેશે.

ક્યાં કેટલું તાપમાન  રહેશે? : Ambalal Patel

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આવતીકાલે રાજ્યમાં તાપમાનનો પારો 40 થી 44 ડિગ્રીની વચ્ચે રહેશે અને ખાસ કરીને હવામાં ભેજના ઉંચા પ્રમાણને કારણે લોકો અસહ્ય ઉકળાટ અનુભવશે. મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ અને નડિયાદમાં પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાતના પાટણ, સમી, હારીજ અને પાલનપુરમાં તાપમાન 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. અરવલ્લી પંથકમાં હિંમતનગર અને પ્રાંતિજ સહિતના વિસ્તારોમાં પણ 42 ડિગ્રી તાપમાન નોંધાશે, જ્યારે અમદાવાદમાં 42 ડિગ્રી અને પાટનગર ગાંધીનગરમાં 41 ડિગ્રી ગરમી રહેશે તથા કચ્છમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન છે.

ભેજને કારણે વધશે ઉકળાટ

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, માત્ર તાપમાન જ નહીં પણ હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે લોકોને બપોરના સમયે ભારે ઉકળાટ અને પરસેવો થશે. આ સ્થિતિમાં મતદારોને લૂ થી બચવા માટે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

મતદારો માટે ખાસ સૂચન

ગરમીના આ પ્રકોપથી બચવા માટે મતદારોને વહેલી સવારે અથવા સાંજે મતદાન મથકે જવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ પૂરતા પ્રમાણમાં પાણી પીવું અને માથે ટોપી કે છત્રી રાખવી હિતાવહ છે.


આ પણ વાંચો :ગરમી વચ્ચે ફરી માવઠાની આફત, 19 અને 20 એપ્રિલે આ 4 જિલ્લામાં વરસાદની આગાહી

આ પણ વાંચો :માવઠાનો કહેર! મહીસાગરમાં કમોસમી વરસાદથી ઉનાળુ બાજરીનો પાક બરબાદ

આ પણ વાંચો : ઉત્તર ભારતમાં હીટવેવનો કહેર, IMDનું એલર્ટ જારી, દિલ્હીમાં તાપમાન 44°C પાર