Not Set/ સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનું હવે, થશે સીધું પ્રસારણ …. અહીં જાણો વિગતો

સુપ્રીમ કોર્ટે બુધવારે વધુ એક કેસમાં મોટો આદેશ આપ્યો છે. જે આદેશ અંતર્ગત હવેથી કોર્ટની કાર્યવાહીનું સીધું પ્રસારણ શક્ય બનશે. આ આદેશ જો લાગુ થશે તો સંસદના બંને ગૃહની જેમ કોર્ટનું પણ સીધું પ્રસારણ સંભવ થશે. અદાલતી કાર્યવાહીનું સીધું પ્રસારણનો હેતુ પારદર્શિતા સાથે જોડાયેલો છે. જો કે આ વાત શક્ય બનશે જોધપુરમાં કાયદાનો અભ્યાસ કરનાર […]

Top Stories India

સુપ્રીમ કોર્ટે બુધવારે વધુ એક કેસમાં મોટો આદેશ આપ્યો છે. જે આદેશ અંતર્ગત હવેથી કોર્ટની કાર્યવાહીનું સીધું પ્રસારણ શક્ય બનશે. આ આદેશ જો લાગુ થશે તો સંસદના બંને ગૃહની જેમ કોર્ટનું પણ સીધું પ્રસારણ સંભવ થશે. અદાલતી કાર્યવાહીનું સીધું પ્રસારણનો હેતુ પારદર્શિતા સાથે જોડાયેલો છે. જો કે આ વાત શક્ય બનશે જોધપુરમાં કાયદાનો અભ્યાસ કરનાર સ્વપ્નિલ ત્રિપાઠીની એક અરજીથી, જેણે સુપ્રીમ કોર્ટમાં ઈતિહાસ કાયમ કરી દીધો છે.

કોર્ટની કાર્યવાહી થશે સીધું પ્રસારણ

– છેલ્લાં ઘણાં સમયથી કોર્ટની કાર્યવાહીના સીધા પ્રસારણની જરૂરિયાત છે તેવું લાગી રહ્યું હતું.
– સીધું પ્રસારણ સંભવ થયાં બાદ સમગ્ર પ્રક્રિયાને જનતા ઘરે બેસી જોઈ શકશે.
– એટલે કે જજ કઈ રીતે સુનાવણી કરે છે, વાદી-પ્રતિવાદી પક્ષ વચ્ચે કેવાં સવાલ-જવાબ થાય છે, વકીલ કેવાં તર્ક આપે છે. જેવી અનેક કોર્ટના બંધ રૂમમાં થતી હતી તે હવે લોકો ઓનલાઈન જોઈ શકશે.
– એક રીતે આ ઓપન કોર્ટ જેવી વ્યવસ્થા હશે. જો કે હજુ તો આદેશ જ થયો છે. આ ચુકાદાના પાલનની વ્યવસ્થા બનવાની છે.

કાયદાના મુદ્દે બ્લોગર પણ છે સ્વપ્નિલ

– કોર્ટની લાઈવ સ્ટ્રીમિંગ પર આવેલાં નિર્ણયની પાછળ કાયદાના વિદ્યાર્થી સ્વપ્નિલ ત્રિપાઠીની ભૂમિકા મહત્વની રહી છે.
– નેશનલ લો યુનિવર્સિટી સાથે લો ઓનર્સના અંતિમ વર્ષમાં અભિયાસ કરતાં સ્વપ્નિલ ત્રિપાઠીએ આ મુદ્દાને લઈને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.
– સ્વપ્નિલ કોર્ટમાં ઇન્ટર્નના ચુકાદા પર લગેલાં બેનને પણ પડકાર આપી ચુક્યાં છે.
– સ્વપ્નિલની અરજી પર જનહિત અને રાષ્ટ્રીય મહત્વ સાથે જોડાયેલાં મામલાની સુનાવણીની લાઈવ સ્ટ્રીમિંગ ના આદેશ થયા.
– સ્વપ્નિલની સાથે વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે પણ લાઈવ સ્ટ્રીમિંગને લઈને અરજી દાખલ કરી રાખી હતી.
– આ અરજીઓની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે લાઈવ સ્ટ્રીમિંગ ફેઝમાં લાગુ કરાશે અને તેનાથી ન્યાયિક વ્યવસ્થામાં જવાબદારી વધશે. કોર્ટે કહ્યું કે તેના માટે નિયમ કાયદા નક્કી થશે.

સંવેદનશીલ મામલાની સુનાવણીમાં લાઈવ સ્ટ્રીમિંગ નહીં થાય

– જો કે કોર્ટે આરક્ષણ અને અયોધ્યા જેવાં સંવેદનશીલ મામલાની સુનાવણી દરમિયાન લાઈવ સ્ટ્રીમિંગ ની મંજૂરી નથી આપી.
– આ ચુકાદો સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજની બેંચે બુધવારે સંભળાવ્યો છે.
– બેંચમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ ખાનવિલકર અને જસ્ટિસ ડીવાઈ ચંદ્રચુડ સામેલ હતા.