Porbandar News: પોરબંદર(Porbandar)ના મંડેર ગામે શિક્ષકે 13 વર્ષીય વિદ્યાર્થીની (Girl Student) પર દુષ્કર્મ (Rape) આચરતાં પોક્સો એક્ટ (POCSO Act) હેઠળ ફરિયાદ નોંધાવામાં આવી હતી. વિદ્યાર્થીનીએ પરિવારને જાણ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો છે. શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી, ત્યારે માધવપુર પોલીસે અદાલતમાં ફોરેન્સિક રિપોર્ટ (Forensic Report) સહિત ચાર્જશીટ (Chargesheet) ફાઈલ કરી છે.
પોરબંદર જીલ્લાના મંડેર ગામે સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિપુલ ગોહેલ નામના શિક્ષકે 13 વર્ષની વિદ્યાર્થીની સાથે અડપલાં કર્યા હોવાનું પરિવારને જાણ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પરિવારના લોકોએ માધવપુર પોલીસ સ્ટેશનમાં શિક્ષક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસ સ્ટેશનમાં 64(2)I.F.M.,351(3) POCSO 4.6.8 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ ઘટના બાદ શિક્ષણ જગતમાં ભારે આંચકો લાગ્યો છે. લોકોમાં રોષની ભાવના જોવા મળી રહી છે. શિક્ષક જેવો વ્યક્તિ આવું કૃત્ય કરે તેવી કોઈને અપેક્ષા ન હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અગાઉ બનાસકાંઠા(Banaskantha)ના અમીરગઢમાં 3 વર્ષની દીકરી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું, જેને લઈ 2022માં ફરિયાદ નોંધાયા બાદ પાલનપુર સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી મોતી ચૌહાણને આજીવન કેદની સજા ફટકારી છે. સરકારી વકીલોની દલીલોના આધારે કોર્ટે ચુકાદો આપ્યો હતો.
માહિતી મુજબ દુષ્કર્મના આરોપીએ અમીરગઢ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ (Rape) આચર્યું હતું. જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસને આરોપી વિરૂદ્ધ પૂરતા પુરાવા કોર્ટમાં જમા કરાવ્યા બાદ અદાલતે આરોપીને આજીવન સજા ફટકારી છે તેમજ રૂપિયા 50000નો દંડ ફટકાર્યો છે.
આ પણ વાંચો:નલિયા સામુહિક દુષ્કર્મ કેસમાં સેશન્સ કોર્ટે તમામ 8 આરોપીઓને નિર્દોષ કર્યા જાહેર
આ પણ વાંચો:ગીર સોમનાથના વેરાવળમાં વિધર્મીએ નામ બદલી યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ
આ પણ વાંચો:તાંત્રિક વિધિના નામે મહિલા પર દુષ્કર્મ:ઘરનો દરવાજો બંધ કરી શારીરિક અડપલાં કર્યાં
