ગુજરાતની સાથે સાથે મુંબઈમાં પણ બે દિવસ વરસાદની આગાહી હતી. તે મુજબ મુંબઈમાં ભારે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની માનીએ તો મહારાષ્ટ્રનાં નોર્થ કોંકણ વિસ્તાર સહિત નવી મુંબઈ અને મુંબઈમાં સતત ભારે વરસાદનાં સમાચાર સામે આવી રહ્યા છે. તદઉપરાંત પાલઘરમાં 4-6 કલાકથી સતત વરસાદ પડી રહ્યો હોવાનુ સામે આવી રહ્યુ છે.
Indian Meteorological Department (IMD): Intense rainfall to continue in North Konkan areas including Mumbai, Navi Mumbai, Thane, & Palghar for the next 4-6 hours. pic.twitter.com/ZWzr08BqJs
— ANI (@ANI) August 3, 2019
હવામાન વિભાગની આગાહી મુજબ આવતા 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. જેના પગલે સ્કૂલ-કોલેજમાં રજા આપી દેવામાં આવી છે. મુંબઈ પોલીસે ટ્વીટ કરી લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. મુંબઈ પોલીસે ટ્વીટ કરી કહ્યુ કે, કોઇપણ પ્રકારની ઇમરજન્સીની પરિસ્થિતિમાં 100 નંબર ડાયલ કરી તે મદદ માંગી શકે છે.
Maharashtra: Waterlogging in Malad area of Mumbai due to incessant rainfall in the region. #MumbaiRains pic.twitter.com/o3nChfnbH8
— ANI (@ANI) August 3, 2019
ભારે વરસાદનાં કારણે સેન્ટ્રલ રેલ્વે લાઇન પર ટ્રેનોની ગતિ ધીમી થઇ ગઇ છે. થાને રેલ્વે સ્ટેશન સહિત ઘણા સ્ટેશનો પર રેલ્વેનાં પાટા પર વરસાદી પાણી ભરાઇ જવાના કારણે રેલ પરિચાલનમાં ઘણી મુશ્કેલિઓ થઇ રહી છે. રેલ્વે ટ્રેક્સ પર પાણી ભરાઇ જતા ટ્રેનો ધીમી ગતિથી ચાલી રહી છે. વરસાદી પાણી રસ્તા પર જમા થતા મુંબઈને બેસ્ટ બસ જાણે પાણીમાં તરી રહી હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. ભારે વરસાદનાં કારણે જનજીવન પર મોટી અસર પડી છે. તંત્ર દ્વારા કારણ વિના ઘરની બહાર ન નિકળવા પણ તાકીદ કરવામાં આવી છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
