Not Set/ જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ બેકાબુ હોવાની અફવાથી લોકોમાં ફેલાયો ડર

જમ્મુ-કાશ્મીરમાં વધુ સુરક્ષાદળોની ગોઠવણી વચ્ચે અફવાહોનો સીલસીલો શરૂ થઇ ગયો છે. અહી અફવાહોનાં કારણે લોકોનું ભારે ટોળુ કરયાણુ લેવા ભેગુ થઇ ગયુ છે. તેટલુ જ નહી શાળા બંધ હોવાની અફવાઓ પણ ફેલાવવામાં આવી રહી છે. એટીએમ અને પેટ્રોલ પમ્પ ઉપર ભીડ દોડી રહી છે. જો કે વહીવટીતંત્રએ લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા સલાહ આપી […]

India

જમ્મુ-કાશ્મીરમાં વધુ સુરક્ષાદળોની ગોઠવણી વચ્ચે અફવાહોનો સીલસીલો શરૂ થઇ ગયો છે. અહી અફવાહોનાં કારણે લોકોનું ભારે ટોળુ કરયાણુ લેવા ભેગુ થઇ ગયુ છે. તેટલુ જ નહી શાળા બંધ હોવાની અફવાઓ પણ ફેલાવવામાં આવી રહી છે. એટીએમ અને પેટ્રોલ પમ્પ ઉપર ભીડ દોડી રહી છે.

જો કે વહીવટીતંત્રએ લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા સલાહ આપી છે. વહીવટી તંત્રનું કહેવું છે કે રાજ્યમાં કોઇ પણ જગ્યાએ કર્ફ્યુ લગાવવામાં આવ્યો નથી. શાળાઓ પણ બંધ રહેશે નહીં.

બીજી તરફ, પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી નેતા મહેબૂબા મુફ્તીએ દાવો કર્યો છે કે, શ્રીનગરમાં અરાજકતાનું વાતાવરણ છે. એટીએમ અને પેટ્રોલ પમ્પ પર ભીડ થઇ રહી છે. ભારત સરકારે કાશ્મીરીઓને તેમની હાલતમાં છોડી દીધા છે.

સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાં અતિરિક્ત સુરક્ષા દળોને તૈનાત અને વાયુસેનાને હાઇ એલર્ટ પર કરવાને કારણે લોકોમાં કઇક મોટી ઘટનાઓ થવાની સંભાવનાઓ ઘર કરી ગઇ છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં સી -17 (ગ્લોબમાસ્ટર) ને તૈનાત કરવાથી તમામ પ્રકારનાં ડરને પ્રોત્સાહન મળી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.