રાજકોટ/ હીટ એન્ડ રનના નવા કાયદાનો વિરોધ, હાઈવે પર ટ્રક ચાલકોના દેખાવો

તાજેતરમાં લોકસભામાં રજુ થયેલા હીટ એન્ડ રનના નવા કાયદાને લઈને દેશભરમાં ઠેકઠેકાણે વિરોધ શરૂ થયો છે.

Top Stories Gujarat Rajkot

@નિકુંજ પટેલ

Rajkot News: તાજેતરમાં લોકસભામાં રજુ થયેલા હીટ એન્ડ રનના નવા કાયદાને લઈને દેશભરમાં ઠેકઠેકાણે વિરોધ શરૂ થયો છે. શનિવારે ગુજરાતના હજારો ટ્રક ચાલક દેખાવો કરતા નજરે ચડ્યા હતા. પ્રદર્શનકારીઓ રાજકોટ-અમદાવાદ હાઈવેને બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો જેને કારણે સ્થિતી બેકાબૂ બની ગઈ હતી.

દેખાવોને પગલે હાઈવે પર ચક્કાજામ થઈ ગયો હતો. દરમિયાન ભીડમાંથી કોઈએ એક બસની બારીના કાચ તોડી નાંખ્યા હતા. પોલીસે દેખાવો કરનારા પૈકી કેટલાકની અટક કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા અઢવાડિયે બુધવારે લોકસભામાં ત્રણ કાયદા પાસ થયા હતા. જેમાં હીટ એન્ડ રનનના કાયદામાં સજામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં કોઈ ડ્રાઈવર અકસ્માત કરીને ઘટનાસ્થળે ભાગી જાય તો આવા સંજોગોમાં 10 વર્ષની સજા અથવા 10 લાખના દંડની જોગવાઈ છે.

દેખાવકર્તાઓનું કહેવું છે કે નવા કાયદામાં મળવારી સજાના ડરથી ડ્રાઈવર કામ છોડવા પર મજબુર થઈ રહ્યા છે. રાજકોટ ટ્રક્સ એસોસિએશનના અધ્યક્ષ સુરસિંહ વાળાએ કહ્યું હતું કે કોઈ ડ્રાઈવર જાણીજોઈને અકસ્માત કરતા નથી. અજાણી રીતે બનાવ બન્યા બાદ જો ડ્રાઈવર જગ્યા પરથી ભાગી ન જાય તો ભીડ તેને મારઝુડ કરવા લાગે છે. કેટલાય બવનાવોમાં મારજૂડથી ડ્રાઈવરોના જીવ પણ ગયા છે. આવા સંડજોગોમાં ડ્રાઈવરોની સુરક્ષાની જવાબદારી કોની રહેશે. સરકારે ડ઼્રાઈવરોની સુરક્ષા માટે પણ કાયદો બનાવવો જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:Maharashtra/છત્રપતિ સંભાજીનગરની ફેક્ટરીમાં લાગી આગ, દાઝી જવાથી છ લોકોના મોત

આ પણ વાંચો:Hiranandani/મુંબઈના ટ્રાફિકે ઉભી કરી મુશ્કેલી તો અબજોપતિ લોકલ ટ્રેનમાં દોડ્યા ઓફિસે

આ પણ વાંચો:Suicide Case/સરકારી ડૉક્ટરે લાઇસન્સવાળી બંદૂકથી ગોળી મારીને કરી આત્મહત્યા, ખળભળાટ ફેલાયો