Rajkot News:રાજકોટ (Rajkot) જિલ્લાના જસદણ તાલુકાના કનેસરા રોડ નજીક ડુગર વિસ્તારમાં એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ (Dead body) મળી આવતા સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવતા આ ઘટના વધુ ગંભીર બની છે. પ્રારંભિક અંદાજ મુજબ, લાશ ત્રણ દિવસથી એક જ જગ્યાએ પડી હતી.
શનિવારે સવારે જસદણના કનેસરા રોડ નજીક ડુગર વિસ્તારમાંથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા ઘટનાની માહિતી મળતાં, આટકોટ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. લાશની સ્થિતિ જોતાં એવું લાગે છે કે તે ઘણા સમય સુધી ત્યાં પડી રહી હતી, જેના કારણે તે કોહવાયેલી હાલતમાં મળી આવી હતી.
આટકોટ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને લાશનો કબજો લીધો હતો અને પોસ્ટમોર્ટમ માટે જસદણ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોલીસે ઘટનાને ગંભીરતાથી લીધી છે અને તપાસ કરી રહી છે. મૃતકની ઓળખ માટે પોલીસે આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે અને સ્થાનિક લોકોની પૂછપરછ કરી રહી છે. આ ઉપરાંત, શરીરની આસપાસના વિસ્તારમાંથી કોઈ પુરાવા કે સંકેતો મળે છે કે કેમ તેની પણ વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:રાજકોટની સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર જન્નત મીરનો આત્મહત્યાનો પ્રયાસ
આ પણ વાંચો:સાવધાન! હજુ સાયબર ફ્રોડ રોકાયો નથી, રાજકોટમાં નિવૃત કલાર્ક દંપતી સાથે થઇ ₹88 લાખની ચીટિંગ!
આ પણ વાંચો:રાજકોટ : શહેરમાં વધુ એક વિદ્યાર્થીનો આપઘાત
