ઈલેક્ટ્રિક કારની રાહ જોઇ રહેલા લોકો માટે હ્યુડાઇ સારા સમાચાર લઇને આવી છે. ભારતમાં પોતાની પહેલી ઈલેક્ટ્રિક કારને હ્યુડાઇ આજે એટલે કે 9 જુલાઇનાં રોજ લોન્ચ કરવા જઇ રહી છે. મળતી માહિતી અનુસાર કોના ઈલેક્ટ્રિક કારની કિંમત 20 લાખ રૂપિયાથી 25 લાખની વચ્ચે રહી શકે છે.
કંપનીનું કહેવુ છે કે Kona SUVને એકવાર ફુલ ચાર્જ કર્યા બાદ તે 452 કિલોમીટર સુધી દોડી શકે છે. કંપનીની આ રેન્જને ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઈંન્ડિયાએ પ્રમાણિત કર્યુ છે. હ્યુડાઇની ઈલેક્ટ્રિક SUV Kona ને યુરોપનાં દેશોમાં પહેલા જ લોન્ચ કરી દેવામા આવી છે.
ફીચર્સ વિશેષ
હ્યુડાઇએ આ કારમાં સ્માર્ટ સેંસ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. જેના કારણે ટક્કર લાગતા પહેલા કારની અંદર બેઠેલાને સૂચના મળવામાં મદદ મળશે. કાર ઇમરજન્સી બ્રેક અને લેન અસિસ્ટેન્સ પણ આપવામાં આવેલ છે. 6 એરબેગ, બ્લાઇંડ સ્પોર્ટ મોનિટરિંગ સિસ્ટમ, રિયર વ્યૂ પાર્કિગ કેમેરા પણ તેની સૌથી મોટી ખાસિયત છે. હ્યુડાઇની આ કારમાં બ્લૂ લિંક એપ સપોર્ટ મળશે. આ એપ દ્વારા કારને શરૂ અને બંધ કરી શકાશે. કારમાં વાયરલેસ ચાર્જિગની સુવિધા પણ આપવાની વાત છે.
ફુલ ચાર્જ કરવા માટે 6 કલાકની જરૂરી
હ્યુડાઇની SUV Kona કારની શરૂઆતી વેરિંઅટમાં ચાર્જિંગમાં 6 કલાકનો સમય લાગે છે, જ્યારે ટોપ વેરિંઅટમાં 9 કલાકનો સમય લાગે છે. જાણકારોનું કહેવુ છે કે, ફાસ્ટ ચાર્જિંગની સુવિધા દ્વારા તેને 1 કલાકમાં 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન