ગુજરાતમાં દિવસેને દિવસે આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવામાં વધુ એક આગની ઘટના સામે આવી છે. સાવરકુંડલાના મણિનગર ખાતે આવેલા બાઇકના ડેલામાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ બાઇકનો ડેલો રહેણાંક વિસ્તારમાં આવેલો હોવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.

આપને જનાવીઓ દઈએ કે, સાવરકુંડલાના મણિનગર ખાતે આવેલા બાઇકના ડેલામાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે. ધુમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂરથી દેખાતા હતા.આગ લાગવાની જાન થતા જ પાલિકાના બે ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમની સાથે પીજીવીસીએલ અને સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

આ વિકરાળ આગ લાગવાનું કારણ હજી સામે આવ્યું નથી. જોકે, આ અંગે તપાસ થઇ રહી છે. જોકે, ફાયરની ટીમે કલાકોની મહેનત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે.
આ પણ વાંચો:અંબાજી બંધનું એલાન, અંબાજી હિત રક્ષા સમિતિ આર યા પારના મૂડમાં
આ પણ વાંચો:કિંજલ દવેનું તૂટ્યું દિલ, સગાઈ તૂટવાનું કારણ બની ભાઈની લાડી
આ પણ વાંચો:સુરતમાં કોરોનાએ લીધો 60 વર્ષના વૃદ્ધાનો ભોગ, શહેરમાં છવાયો ફફડાટ
આ પણ વાંચો:હિપોપોટેમસનો ઝૂ ક્યુરેટર અને સિક્યુરિટી ગાર્ડ પર જીવલેણ હુમલો, બન્નેની હાલત ગંભીર
