Not Set/ ગુજરાતના આ ગે પ્રીન્સ હવેલીમાં બનાવશે LGBTQ સેન્ટર

રાજપીપળાના રાજકુમાર માનવેન્દ્ર સિંહ ગોહિલ વિશ્વના પ્રથમ ગે રાજકુમાર છે. ૧૯૯૧માં મધ્ય પ્રદેશની જાહુબાની રાજકુમારી ચંદ્રિકા સાથે લગ્નગ્રંથીમાં બંધાયા હતા. પરંતુ તે હોમોસેક્સુયલથી પીડાતા હતા. તેઓ તેમના આ સ્વભાવથી રાજકુમારીને ખુશ નહિ રાખી શકે તે વિચારી તેમણે ૧૯૯૨માં રાજકુમારી ચંદ્રિકાને છુટાછેડા આપી દીધા. તેઓ કહે છે કે, આ કોઈ બીમારી નથી. તેમણે આખા વિશ્વ સામે […]

Gujarat

રાજપીપળાના રાજકુમાર માનવેન્દ્ર સિંહ ગોહિલ વિશ્વના પ્રથમ ગે રાજકુમાર છે. ૧૯૯૧માં મધ્ય પ્રદેશની જાહુબાની રાજકુમારી ચંદ્રિકા સાથે લગ્નગ્રંથીમાં બંધાયા હતા. પરંતુ તે હોમોસેક્સુયલથી પીડાતા હતા. તેઓ તેમના આ સ્વભાવથી રાજકુમારીને ખુશ નહિ રાખી શકે તે વિચારી તેમણે ૧૯૯૨માં રાજકુમારી ચંદ્રિકાને છુટાછેડા આપી દીધા.

તેઓ કહે છે કે, આ કોઈ બીમારી નથી. તેમણે આખા વિશ્વ સામે પોતે ગે હોવાનું સ્વીકાર્યું છે. આ વિષય પર તેમણે ઘણા ઈન્ટરવ્યું પણ આપ્યા છે. તમને જણાવી દઈએ કે, તેઓ હાલ જે હવેલીમાં રહે છે ત્યાં એક સમયમાં ભારતના વાઇસરોય અને લેખક ઇઆન ફ્લેમિંગ મુલાકાત લઇ ચુક્યા છે.

આ હવેલીને હવે તેઓ LGBTQ ( લેસબીયન, ગે, બાયસેક્સુયલ, ટ્રાન્સજેન્ડર, ક્વીર) કોમ્યુનિટી માટે પ્રથમ રીસર્ચ સેન્ટરમાં રૂપાંતરિત કરી રહ્યા છે. આ હવેલીનું નિર્માણ તેમના પૂર્વજોએ ૧૫ એકર જમીન પર કર્યું હતું. આ હવેલી રાજપીપળાથી ૧૫ કિલોમીટર દૂર નર્મદા જીલ્લામાં આવેલી છે. રાજકુમારએ ઉમેર્યું હતું કે શાહી સંપત્તિનું નિર્માણ રાજપીપળાના છેલ્લા શાસક અને તેમના દાદા મહારાજા વિજયસિંહએ કર્યું હતું. આ હવેલીમાં હોલીવુડના કલાકાર પણ આવી ચુક્યા છે.