કેન્દ્ર સરકારે ખેડૂતો માટે ત્રણ કાયદા લાવ્યા છે. તેના વિરોધમાં દેશના ખેડૂતોએ આંદોલન છેડ્યું. સરકાર તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે કે કાયદાથી ખેડૂતોને લાભ થશે, પરતું ખેડૂતો કાયદાની વિરોધમાં પ્રદર્શન કરી રહ્યાં છે .
ઇફકો દ્વારા ખાતરના ભાવ વધારી દેતાં ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી છે અને ભાવ વધારો પરત નહીં ખેંચે તો આંદોલનની ચીમકી આપી છે.
ઇફકો દ્ધારા બીએપી ખાતરના ભાવમાં 700 રૃપીયાનો વધારો ઝીંકી દેવાયો છે. સાથે જ અન્ય ખાતરના ભાવમાં પણ વધારો કરી દીધો છે. બીએપી ખાતરના ભાવ અગાઉ 1200 રૃપીયા હતા જે વધારીને 1900 રૃપીયા કરી દીધા છે.
એનપીકે ખાતરના ભાવમાં 615 રૃપીયાનો વધારો ઝીંક્યો છે. અને એએસપી ખાતરના ભાવમાં 375 રૃપીયા વધારી દેવામાં આવ્યા છે. ખેડુતોની હાલત ખુબ કફોડી છે. એકબાજુ ડીઝલ બિયારણ અને ખાતરના ભાવમાં વધારો થતા ખેડુતોની કમરતુટી ગઇ છે.
બારડોલીના ખેડુત સમાજના મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતુ કે, જો ભાવ વધારો પરત ખેંચવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે.
