Not Set/ #CoronaUpdateIndia/ છેલ્લા 24 કલાકમાં નોંધાયા 90 હજારથી વધુ કેસ, 1 હજારથી વધુ લોકોનાં મોત

  ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 90 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. આ સાથે, 1290 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. જો આપણે એક્ટિવ કેસની વાત કરીએ તો તેની સંખ્યા 10 લાખની નજીક પહોંચી ગઈ છે. વળી કોરોનાનાં કેસની કુલ સંખ્યા 50 લાખને વટાવી ગઈ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા […]

Uncategorized
 

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 90 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. આ સાથે, 1290 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. જો આપણે એક્ટિવ કેસની વાત કરીએ તો તેની સંખ્યા 10 લાખની નજીક પહોંચી ગઈ છે. વળી કોરોનાનાં કેસની કુલ સંખ્યા 50 લાખને વટાવી ગઈ છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 90,123 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત આ રોગચાળાએ 1290 દર્દીઓનો ભોગ લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાનાં કેસની કુલ સંખ્યા 50,20,360 પર પહોંચી ગઈ છે. સક્રિય કેસ વિશે વાત કરીએ તો, આંકડો 9,95,933 છે. અત્યાર સુધીમાં 39,42,361 દર્દીઓએ કોરોનાને માત આપી છે. વળી રોગચાળાએ 82,066 દર્દીઓનો ભોગ લીધો છે.


 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.