Sabarkantha News : સાબરકાંઠામાં કોગ્રેસ દ્વારા એક અનોખો વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. ચોમાસાને કારણે સાબરકાંઠા વિસ્તારમાં ઠેર ઠેર ખાડા પડેલા છે. જેમે કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તે સિવાય ખાડામાં વરસાદી પાણી ભરાતા અકસ્માતના બનાવો પણ બનતા હોય છે. તેમાં પણ ઈડરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે પરખાડાનું રાજ હોય તેવું નજરે ચડે છે. તેમછતા સામાન્ય નાગરિકોની પરેશાની તંત્રને દેખાતી નથી. હાઈવે પર ખાડાને કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે.
જેને પગલે સ્થામિક કોંગ્રેસ કાર્યકરો મારફતે આ ખાડામાં માટી પુરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સાથે સાથે તંત્રની પ્રિ મોન્સુન કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે. કોંગ્રેસ ક્રાયકરો સાથે સ્થાનિક કાર્યકરો પણ ખાડા પુરવાના અભિયાનમાં જોડાયા હતા. તેમણે હાઈવે પર પડેલા ખાડામાં માટી પુરીને વિરોધ નોંધાવ્યો હતો.
આ પણ વાંચો:ડાંગમાં અનરાધાર વરસાદ, અનેક રસ્તાઓ બંધ કરાયા
આ પણ વાંચો:લાખોની રોકડ બાદ હર્ષદ ભોજકના લોકરમાંથી રૂ.30 લાખનાં સોનાનાં બિસ્કીટ મળ્યા
