સમસ્યા/ બનાસકાંઠાનાં ધાનેરામાં ભરાયેલા ‘પાણી’માં મપાઈ રહ્યું છે તંત્ર અને સત્તાધીશોનું ‘પાણી’ | પાણીનો વિવાદ બન્યો ઉગ્ર

ભાજપ જિલ્લા આગેવાન નરપત સિંહને જાણ થતાં સ્થાનિકોને સાથે રાખીને ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો.

Gujarat Others Trending
ધાનેરા પાણી

ધાનેરા નગર એટલે ઉપાધિનું નગર. ક્યાંય કઈ સારું ન મળે એવી પરિસ્થિતિ છે. એક સમય હતો કે પાલિકાને મોડલ પાલિકાનું બિરુદ્ધ મળ્યું હતું પણ કમનસીબે સત્તાના સોગંઠા એવા ગોઠવાયા કે વિકાસ જ ખોરવાઈ ગયો. હાલ સિઝન ચાલી રહી છે વરસાદની તો ધાનેરામાં એવી કોઈ સોસાયટી નથી કે જ્યાં વરસાદી પાણી ઘુંટણ સમાં ન ભરાતા હોય. ભાજપ જિલ્લા આગેવાન નરપત સિંહને જાણ થતાં સ્થાનિકોને સાથે રાખીને ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો. ધાનેરા પાણી

વધુ વિગત અનુસાર ધનેરાના તુલસીનગરમાં પાણી ભરાતા ભાજપ જિલ્લા આગેવાન નરપત સિંહે દેખાવો કર્યા હતા.  સ્થિતિ નાજુક થતા પોલીસ આવી ગઈ હતી અને સ્થાનિકોને તેમજ આગેવાનોને સમજાવીને ચક્કાજામ ખુલ્લો કરાવ્યો હતો. જોકે આ ઘટનાથી ક્યાંક તુલસીનગરનાં રહીશોને પણ આશા બંધાણી કે હવે તેમની સમસ્યાનું નિરાકરણ આવશે. કારણકે તુલસીનગરનાં પાણી ભરાવવાના મુદ્દે નરપત સિંહે આગેવાની લીધી છે. આ દેખાવો થતા જ પાલિકાના અધિકારીઓ પણ દોડી આવ્યા અને વરસાદી પાણીના નિકાલની ખાતરી આપવામાં આવી હતી.

હવે સવાલ સવા મણનો છે કે, પાલિકામાં સતા કોંગ્રેસની છે વિપક્ષ તરીકે ભાજપ છે ત્યારે આ વરસાદી પાણીનો પ્રશ્ન તો વર્ષો જૂનો છે તો પાલિકામાં ભાજપ કે કેમ મુક દર્શક બની ને બેસે છે. વિપક્ષ આગેવાન હીરાલાલ ઠક્કરની સોસાયટી આગળના ફ્લેટ પાસે પણ વરસાદમાં પાણી ભરાય છે. વરસાદ દરમિયાન ભરબજારમાં ગટરના પાણી વરસાદી પાણી વહે છે. ધાનેરામાં તમામ સોસાયટીમાં આવી પરિસ્થિતિ છે. બીજી તરફ ભાજપ સંગઠનની જવાબદારી પણ એટલી જ છે પણ અહીંયા ચોર કોટવાલને ડંડે એવી પરિસ્થિતિ છે. પાણી મુદ્દે ભાજપ જિલ્લા આગેવાન નરપત સિંહ મેદાને છે તો ભાજપ યુવા મોરચો મહિલા મોરચો અને શહેર પ્રમુખ કેમ નિષ્ક્રિય છે કે પછી આ આગેવાનોએ ભાજપના કાર્યક્રમમાં મહેમાન બનીને જ આવવાનું નક્કી કર્યું છે? હાલ તો ધાનેરામાં વરસાદી પાણીને લઈ સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે અને રાજકીય આગેવાન એકબીજાને ખો આપી રહ્યા છે ત્યારે આગળ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જો ભાજપ કોંગ્રેસના આગેવાન અને સંગઠન ધ્યાન નહિ આપે તો સ્થાનિક વિકલ્પ ખુલ્લો રાખશે એ નક્કી જ છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં મળ્યો નોટોનો પહાડ | જાણો કઈ જગ્યાએ અને કેવી રીતે છુપાવ્યું હતું ધન