Election/ રાજ્યસભામાં ભાજપનાં બંને ઉમેદવારો બન્યાં બિનહરીફ

રાજ્યસભામાં ભાજપનાં બંને ઉમેદવારો બિનહરીફ

Gujarat Others Trending

ગુજરાત રાજ્યમાં રાજ્યસભાની બે બેઠક માટે આગામી ૧લિ માર્ચના રોજ ચૂંટણી જાહેર કરવામા આવી છે.ત્યારે ભાજપ દ્વારા પોતાના બે ઉમેદવારોના નામની આજ રોજ જાહેરાત કરવામાં આવીછે. આ બને બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બિન હરીફ બન્યા છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારો મેદાન માં નહિ ઉતારતા આ ચૂંટણી એક તરફી બની છે.

ઉલ્લેખનીય છે કે બન્ને બેઠકોની ચૂંટણીનું મતદાન અલગ-અલગ હોવાથી કોંગ્રેસ ધારાસભ્યોની સંખ્યા બળની દ્રષ્ટિ એ આ આ પેટા ચૂંટણી જીતી શકે તેમ નથી એટલે કોંગ્રેસ જે ઉમેદવાર ઉતારે તેની હાર નિશ્ચિત છે.

Covid-19 / અહીં યુનીવર્સીટીના VC આવ્યા કોરોના પોઝીટીવ, સ્ટાફનો  કોવિડ ટેસ્ટ કરવામાં આવશે

એટલે જે કોંગ્રેસ દ્વારા રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર નહી ઉભા કરતા ભાજપના બંને ઉમેદવાર બિન હરીફ બન્યા છે. હાલ કોંગ્રેસનાં ઉમેદવાર જીતવાની સ્થિતિમાં નથી.

નોધનીય છે કે ગુજરાત રાજ્યમાંથી રાજ્યસભાની કુલ ૧૧ બેઠક છે.  જેમાં કોરોનાને કારણે રાજકોટના અભય ભારદ્વાજ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના નિધનથી બંને બેઠક ખાલી છે. અને જેને માટે અલગ-અલગ મતદાન દ્વારા બેઠક ભરવાનું ચૂંટણી પંચે નક્કી કર્યું છે. પહેલી માર્ચે રાજ્યસભાની બે બેઠકોની પેટાચૂંટણીનું મતદાન છે. 18મી ફેબ્રુઆરી ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે.

Cybercrime / CID ક્રાઇમના વડાનું ટ્વિટર એકાઉન્ટ હેક, હેકરે બમણી કમાણી કરતી વેબસાઈટની આપી લાલચ

Surat / ભાજપ MLA વિરુદ્ધ કાર્યકરોમાં રોષ, MLA પુર્ણેશ મોદીનો ભરબજારે લીધો ઉધડો

covid19 / મુખ્યમંત્રીએ જામનગરમાં સભા કરી હતી સંબોધિત, હાજર તમામ મંત્રીઓના કોરોના રીપોર્ટ આવ્યો….

જામનગર / ભાજપના ઉમેદવારો પ્રચાર કરી કોરોના ફેલાવી રહ્યાનો કર્યો આક્ષેપ, 7 દિવસ કોરોન્ટાઇન કરવાની કરી માંગ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…