Not Set/ મહારાષ્ટ્ર/ ગમખ્વાર બસ દુર્ઘટનામાં 13 લોકોનાં ઘટના સ્થળે જ મોત, 19 ઘાયલ

મહારાષ્ટ્રના દેવલામાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ ઓટો સાથે ટકરાઇ હતી અને કૂવામાં પડી હતી. 30 થી 35 લોકો બસમાં સવાર હતા, જેમાંથી 13 લોકોનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ હોવાનાં સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને […]

Top Stories India

મહારાષ્ટ્રના દેવલામાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ ઓટો સાથે ટકરાઇ હતી અને કૂવામાં પડી હતી. 30 થી 35 લોકો બસમાં સવાર હતા, જેમાંથી 13 લોકોનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ હોવાનાં સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને રેસ્ક્યુ ટીમ દ્વારા લોકોને બચાવવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.

જ્યારે હજુ કેટલાક લોકો બસમાં અટવાઈ ગયા હોવાનું કહેવાઈ રહ્યું છે. સ્થાનિક લોકો અને વહીવટી ટીમ લોકોને બહાર કાઢવામાં રોકાયેલા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બસ માલેગાંવથી નાસિક જઈ રહી હતી.

મળતી માહિતી મુજબ બસ માલેગાંવથી નીકળી હતી અને દેવલા પાસે અકસ્માત થયો હતો. હજી સુધી અકસ્માતનું કારણ જાણી શકાયું નથી. પ્રત્યક્ષદર્શીઓનું માનવું છે કે બસ અને ઓટો વચ્ચે ટકરાઈ હતી. જે બાદ બંને વાહનો નજીકના કૂવામાં પડી ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં ગામ લોકો પણ મદદ કરી રહ્યા છે. ઘાયલોને માલેગાંવની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન