Patan News/ પાટણમાં લાખો રૂપિયાની માટી ચોરીનું કૌભાંડ! 2 લોકો વિરૂદ્ધ સામે નોંધાયો ગુનો

તેમજ રસુલપુર ગામના સરપંચ હસનઅલી પલસાણીયા સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે.

Top Stories Gujarat

Patan News: પાટણ(Patan)ના સિદ્ધપુરના રસુલપુરમાં માટી ચોરીનું કૌભાંડ (Scam) સામે આવતા કોન્ટ્રાક્ટર લાલજી ચૌધરી સામે કાકોશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 66 લાખની માટીનું ગેરકાયદે ખોદકામ કરતા ફરિયાદ કરાતા પોલીસે સરપંચ અને કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે.

પાટણ જીલ્લાના સિદ્ધપુર તાલુકાના રસુલપુર ગામમાં લાખો રૂપિયાની માટી ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે. કોન્ટ્રાક્ટરે મર્યાદાનું ઉલ્લંઘન કરીને 37,915 મેટ્રિક ટનનું માટીનું ખોદકામ કર્યુ હતું. કોન્ટ્રાક્ટરે 66 લાખની માટીનું ગેરકાયદે ખોદકામ કરતા ફરિયાદ કરવામાં આવી છે, તેમજ રસુલપુર ગામના સરપંચ હસનઅલી પલસાણીયા સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે.

કોન્ટ્રાક્ટર લાલજી ચૌધરી, રસલુપુર ગામના સરપંચ હસનઅલી પલસાણીયા સામે તપાસમાં માટી ગેરકાયદેસર રીતે ઠાલવવામાં આવતી હોવાનું ખુલતાં વિધિવત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.  પોલીસે બંને શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. તેમજ આ માટીને ક્યાં ઠાલવવામાં આવતી હતી, કોણ કોણ આ કૌભાંડમાં સંડોવાયેલા છે તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહેશ લાંગા કેસ: EDની GST કૌભાંડનો તપાસનો દોર IAS સુધી પહોંચ્યો

આ પણ વાંચો:લો બોલો, સુરતમાં કરોડોનાં કૌભાંડો પછી હવે રેકોર્ડ ગુમ, જાગૃત નાગરિકે કરેલી RTIમાં સામે થયા ખુલાસા

આ પણ વાંચો:CCTV ફૂટેજ વેચવાના કૌભાંડ કરનારા ત્રણેયને સાયબર ક્રાઇમ આજે લાવશે અમદાવાદ