Surat News: સુરત(Surat)માં ડુમસ(Dumas)માં કૌભાંડ બાદ રેકોર્ડ ગુમ થયાની આશંકા વર્તાઈ રહી છે. સુરતમાં મહેસુલ (Revenue) વિભાગમાં રેકોર્ડ ગુમ થયાનો ખુલાસો થતાં સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી કાર્યવાહીની માગ કરવામાં આવી છે.
સુરતમાં જાગૃત નાગરિકે કરેલી RTIમાં મોટા ખુલાસા થયા છે. ડુમસ ગામ નમૂનો નંબર – 1 ગુમ થયાનો આરટીઆઈમાં ખુલાસો થયો છે. પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયક દ્વારા RTIની માહિતી માંગવામાં આવી હતી. જેમાં સુરત કલેક્ટરને આવેદન પત્ર આપી ભ્રષ્ટાચાર કરેલ હોય એવા તમામની સામે તપાસની માગ કરવામાં આવી છે. સત્યતા તપાસવા માટે એક તપાસ સમિતિ બનાવવાની માગ કરવામાં આવી છે. લોકહિતમાં દાખલો બેસે એવી કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.
સુરતમાં ડુમસની 2000 કરોડની બજાર કિંમત ધરાવતી જમીનના કૌભાંડમાં સ્ટેટ વિજિલન્સ કમિશન (Vigilance Commission) એક્શનમાં આવ્યું હતું. કમિશને ચીફ સેક્રેટરી પાસે આ પ્રકરણનો ડિટેઈલ રિપોર્ટ મગાવ્યો છે. આ અંગે આ મુદ્દો સામે લાવનાર પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરી અને પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકને પણ લેખિત જાણ કરાઈ છે. સુરતના છેવાડે ડુમસમાં આવેલી સર્વે નં. 311/3 વાળી 2.17 લાખ ચોરસ મીટર સરકારી શિર પડતર જમીનમાં ખોટી રીતે ગણોતિયાના નામ દાખલ કરવા માટે થયેલા ભ્રષ્ટાચારનો મુદ્દો પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. તુષાર ચૌધરી અને પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે ઉઠાવ્યો હતો.

આ કિસ્સામાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન કાર્યાલયને કરાયેલી ફરિયાદમાં જે પ્રશ્નો ઉભા કરાયા હતાં તે એ પણ હતાં કે, સરકારી પડતરની જમીનમાં કોઈપણ વ્યક્તિનું નામ ગણોતિયા તરીકે કેવી રીતે આવી શકે? જેથી સરકારની જમીનમાં ગણોતિયા તરીકે નામ દાખલ કરાયું છે તે પ્રક્રિયા સદંતર ગેરકાયદેસર છે.જો કે નિયમ પ્રમાણે આ રીતે કોઈપણ વ્યક્તિનું નામ દાખલ કરવા માટેની સત્તા મહેસુલી અધિકારી પાસે હોય છે. કોઈપણ જમીનમાં નામ દાખલ કરતાં પહેલા મહેસુલી અધિકારી તરફથી કારણ દર્શક નોટિસ આપવાની રહે છે. આ કિસ્સામાં તે પણ કરાયું નથી. કોઈપણ આધાર પુરાવા વિના જ ગણોતિયાઓના નામ સરકારની જમીનમાં દાખલ કરી દેવાયા હતા અને સમયાંતરે તેનું ગણોતિયા દ્વારા વેચાણ પણ કરાયું હતું.
આ પણ વાંચો: સુરતમાં બે કરોડની સોનાની ચોરીની ઘટના, પોલીસને ચોરોનો પડકાર
આ પણ વાંચો: દાણચોરોએ મુંદ્રાના બદલે કંડલા પસંદ કરવા છતાં કસ્ટમ્સે સોપારીની દાણચોરી પકડી
આ પણ વાંચો: નાસિકમાં અન્ડરગાર્મેન્ટ્સ પહેરેલા ચોરોનો આતંક, 5 લાખનું સોનું અને કેળાની કરી ચોરી
