હવામાન વિભાગે ગુજરાતમાં ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે વલસાડ અને અમરેલી જિલ્લામાં છુટોછવાયો હળવો વરસાદ પડ્યો હતો. સામાન્ય રીતે ગુજરાતમાં જૂન મહિનામાં ચોમાસું આવવાની ધારણા છે. દરમિયાન આજે બે જિલ્લામાં હળવા વરસાદથી લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કપરાડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ખાંભા અને ચલાલા પંથકના ગામોમાં વરસાદ પડ્યો હતો. ખાંભાના અનિડા, ધારગણી સહિતના અનેક ગામોમાં વરસાદ પડ્યો હતો જ્યારે સાવરકુંડલાના ઝીંઝુડા અને ચલાલાના વાવડી, ગરમલી અને કરેણ સહિતના અનેક ગામોમાં વરસાદ પડ્યો હતો.
આ પણ વાંચો: બાળકીની જનેતા એ જ માસૂમ બાળકીને કૂવામાં ફેંકી દઈ પુત્રીની હત્યા કરતા ચકચાર મચી
આ પણ વાંચો: ખેડાના ગળતેશ્વરમાં અમદાવાદના ચાર લોકો ડૂબ્યાં
આ પણ વાંચો: અમદાવાદમાં ફરી એકવાર AMCની ઘોર બેદરકારી, ઝોમાટો ડિલીવરી બોયનો જીવ માંડ-માંડ બચ્યો
આ પણ વાંચો: વલસાડમાં ઉમરગામમાં થયેલા અકસ્માતમાં બેનાં મોત
