ગોળીબાર/ કર્ણાટકમાં હિન્દુ સંગઠનના બે નેતા પર ગોળીબાર, શહેરમાં તંગદિલી

કર્ણાટકના બેલગામમાં બે નેતાઓ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ હિન્દુ સંગઠનોના બે નેતાઓને ગોળી મારી દેવામાં આવી છે

Top Stories India
Karnataka

Karnataka:    કર્ણાટકના બેલગામમાં બે નેતાઓ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ હિન્દુ સંગઠનોના બે નેતાઓને ગોળી મારી દેવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગોળી લાગવાથી શ્રી રામ સેનાના રવિ કોકિતકર  ઘાયલ થયા છે. ગોળીબારની આ ઘટનામાં હિન્દુ રાષ્ટ્ર સેનાના પ્રમુખ મનોજ દાસોકર પણ ઘાયલ થયા હતા.આ ઘટનાને લઇને તંગદિલી સર્જાઇ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ( Karnataka) શ્રી રામ સેનાના જિલ્લા અધ્યક્ષ રવિકુમાર કોકિતકર મનોજ દેસુરકર સાથે હિંડલગા ગામ તરફ જઈ રહ્યા હતા. તેઓ મરાઠી સ્કૂલ પાસે પહોંચ્યા ત્યારે સ્પીડ બ્રેકર પાસે કારની સ્પીડ ધીમી પડી ગઈ હતી. તેમની પાછળ બાઇક પર આવેલા ત્રણ લોકો નજીક આવ્યા અને વચ્ચે બેઠેલા વ્યક્તિએ ગોળીબાર કર્યો અને તેઓ ભાગી ગયા. ગોળી કોકિતકરને ગળામાં વાગી હતી અને તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સાથે જ આ ઘટનામાં મનોજ દેસુરકર પણ ઘાયલ થયો છે.

બેલગામમાં ફાયરિંગની ઘટના બાદ તરત જ  પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો  હતો. હાલ પોલીસ તપાસમાં લાગેલી છે. બેલગવી ગ્રામ્ય પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ફાયરિંગમાં ઘાયલ નેતાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે હોસ્પિટલની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

બેલગામ ફાયરિંગમાં આ પ્રકારના ખુલ્લેઆમ ફાયરિંગની ઘટનાથી વિસ્તારના લોકોમાં ખળભળાટ મચી ગયો છે, તો બીજી તરફ પોલીસ કાયદો અને વ્યવસ્થાને લઈને ભીંસમાં છે. આ સાથે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે હિંદુ સંગઠનોના નેતાઓને નિશાન બનાવનારા હુમલાખોરો કોણ હતા? ફાયરિંગની ઘટના બાદ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હુમલાખોરોની વહેલી તકે ધરપકડ કરવાની માંગ કરવામાં આવી રહી છે. બીજી તરફ પોલીસનું કહેવું છે કે હુમલાખોરોને જલ્દી પકડી લેવામાં આવશે

China/જિનપિંગને કોરોના મામલે સરકારની આલોચના પસંદ ન આવતા ઉઠાવ્યું આ કદમ,જાણો

Himachal Pradesh/હિમાચલ પ્રદેશની સુખવિંદર સિંહ સુખુ સરકારનું આવતીકાલે કેબિનેટ વિસ્તરણ,આટલા મંત્રીઓ શપથ