Not Set/ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ : પરિવારમાં એક માત્ર કમાનાર કામદારનું કામગીરી દરમ્યાન પટકાતા મોત

નર્મદા નર્મદા જીલ્લામાં કેવડીયા કોલોની ખાતે પીએમ નરેન્દ્ર મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરી દરમ્યાન ઝારખંડના રહેવાસી ૪૫ વર્ષીય વર્કરનું કામકાજ દરમ્યાન જમીન પર પટકાવાથી મૃત્યુ નીપજ્યું હતું. મૃતકના પરિવારમાં તેઓ એક માત્ર કમાનાર સભ્ય હતા. ઘટનાની જાણ થતા ઝડપથી કામદારને વડોદરાની એક હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા.પરંતુ હોસ્પીટલના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા […]

Top Stories
death સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ : પરિવારમાં એક માત્ર કમાનાર કામદારનું કામગીરી દરમ્યાન પટકાતા મોત

નર્મદા

નર્મદા જીલ્લામાં કેવડીયા કોલોની ખાતે પીએમ નરેન્દ્ર મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરી દરમ્યાન ઝારખંડના રહેવાસી ૪૫ વર્ષીય વર્કરનું કામકાજ દરમ્યાન જમીન પર પટકાવાથી મૃત્યુ નીપજ્યું હતું. મૃતકના પરિવારમાં તેઓ એક માત્ર કમાનાર સભ્ય હતા. ઘટનાની જાણ થતા ઝડપથી કામદારને વડોદરાની એક હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા.પરંતુ હોસ્પીટલના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

મહત્વનું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામકાજ એલ એન્ડ ટી કંપની હેઠળ થઇ રહ્યું છે.

ઘટના બાદ મૃતકના પરિવારજનોને બોડી ન આપતા કામદારોમાં રોષ જાગ્યો હતો. એલ એન્ડ ટી કંપનીના એક ઓફિસરે જણાવ્યું હતું કે અમે તેમની બોડીને તેમના ગામ સુધી મોકલી આપીશું જેથી તેઓ અંતિમ વિધિ કરી શકે.રોષે ભરાયેલા કામદારોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરી અટકાવી હતી.

અત્રે  ઉલ્લેખનીય છે કે, અગાઉ કામદારોએ સુરક્ષાના મુદ્દે રજૂઆત કરી હોવા છતાં અધિકારીઓ દ્વારા હજુ સુધી કોઇ પગલા લેવામાં આવ્યા નથી.

તમને જણાવી દઈએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેક્ટ માટે આખા દેશમાંથી કુલ મળીને ૪૫૦૦ વર્કરો આવ્યા છે. વડાપ્રધાન નરેદ્ર મોદીનું ડ્રીમ પ્રોજેકટ સરદાર પટેલનું ૧૮૨  મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામકાજ હાલ  ચાલુ જ છે.

31 ઓકટોબર સુધીમાં પ્રોજેક્ટ પૂરું કરવાને લક્ષ્યાંકને લઈને આ સ્ટેચ્યુનું કામ દિવસ રાત ચાલી રહ્યું છે.પીએમ મોદી આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન  ૨૦૧૯ની લોકસભાની ચુંટણી પહેલા કરવાના છે.

મહત્વનું છે કે સ્ટેચ્યુની કામગીરી  દરમ્યાન કામદારનું જમીન પર પટકવાથી મૃત્યુ  થવાની આ બીજી ઘટના છે.