સુરત,
રાજયમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં દેશી દારૂના અડ્ડા સામે સ્થાનિકોએ મોરચો માંડ્યો હતો. દેશી દારૂની હેરાફેરી સામે સ્થાનિકોએ મોરચો માંડ્યો હતો.
કામરેજના મુખ્ય માર્ગ પર છેલ્લા કેટલાય સમયથી બૂટલેગરોનું રાજ ચાલી રહ્યું હતું. સ્થાનિકોએ તેમના વિરુદ્ઘમાં પોલીસમાં જાણ પણ કરી હતી. પરંતુ હપ્તા લઇને શાંત બેસતી પોલીસે આંખ આડા કાન કર્યા હતા.
જેથી સ્થાનિકો રોષે ભરાયા હતા અને દેશી દારૂના અડ્ડાઓ સામે મોરચો માંડ્યો. સાથે પોલીસે દેશી દારૂના બુટલેગરોને પકડી પાડ્યા હતા.
મહત્વનું છે કે, મોરચો માંડ્યા બાદ સ્થાનિકોએ તો દેશી દારૂના બુટલેગરોને ઝ઼ડપીને પોલીસને બોલાવી હતી. તેમ છતાં પણ પોલીસ બુટલેગરોને પકડવા માટે ડોકાણી ન હતી. જેથી બુટલેગરો જ પોલીસનું ઘર ચલાવતી હોય તેવો ઘાટ સર્જાયો હતો.
