Not Set/ #G20Summit : ટ્રમ્પ – આબેને મળ્યા પીએમ મોદી, આપ્યો “JAI”નો મંત્ર

બ્યુનસ આયર્સ, આર્જેન્ટીનાના બ્યુનસ આયર્સમાં આયોજિત કરવામાં આવેલી G-૨૦ સમિટમાં ભાગ લેવા માટે દુનિયાભરના શીર્ષ નેતાઓ પહોંચી ચુક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ સમિટમાં ભાગ લેવા માટે આર્જેન્ટીનામાં છે અને આ દરમિયાન તેઓએ શુક્રવારે વર્લ્ડના ટોચના લીડર સાથે મિટિંગ કરી હતી. #WATCH PM Narendra Modi on meeting US President Trump and Japan PM Shinzo […]

Top Stories India Trending

બ્યુનસ આયર્સ,

આર્જેન્ટીનાના બ્યુનસ આયર્સમાં આયોજિત કરવામાં આવેલી G-૨૦ સમિટમાં ભાગ લેવા માટે દુનિયાભરના શીર્ષ નેતાઓ પહોંચી ચુક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ સમિટમાં ભાગ લેવા માટે આર્જેન્ટીનામાં છે અને આ દરમિયાન તેઓએ શુક્રવારે વર્લ્ડના ટોચના લીડર સાથે મિટિંગ કરી હતી.

શુક્રવારે પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાનના પ્રધાનમંત્રી શિન્જો આબે સાથે મુલાકાત કરી હતી. દુનિયાના ટોચના આ ત્રણેય નેતાઓ વચ્ચે વિસ્તૃત ચર્ચા થઇ હતી.

જો કે આ દરમિયાન પીએમ મોદીએ ત્રણેય દેશોના મુલ્યોને સાથે રાખીને “JAI”નો મંત્ર આપ્યો હતો. આં અંગે તેઓએ કહ્યું હતું કે, “જાપાન, અમેરિકા અને ભારત (JAI)ની બેઠક લોકતાંત્રિક મુલ્યો પ્રતિ સમર્પિત છે, અને “JAI”નો મતલબ જીત શબ્દથી છે.

તેઓએ વધુમાં કહ્યું હતું કે, “જો આ ત્રણેય દેશો એકસાથે મળીને આગળ વધશે તો “જય” સુનિશ્ચિત છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કરી ભારતના વિકાસની પ્રશંસા

આ બેઠક દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વિકાસની પ્રશંસા કરી હતી. તેઓએ કહ્યું હતું કે, જે પ્રકારની ઝડપથી ભારત વિકાસના માર્ગ પર ચાલી રહ્યો છે, જેનાથી દુનિયાના બજારમાં સારા સંકેત મળી રહ્યા છે”.

ભારત-અમેરિકાના સંબંધો અંગે તેઓએ કહ્યું, “બંને દેશો એકસાથે મળીને દુનિયાના પડકારોને સારી રીતે સામનો કરી શકે છે”.