Jamnagar News/ રાઘવજી પટેલને બદનામ કરનાર વિશાલ કણસાગરા ઝડપાયો

Raghavji Patel તેમજ અગ્રણી બિલ્ડરોને સોશિયલ મીડિયામાં બદનામ કરવાના ગંભીર કેસમાં મુખ્ય આરોપી વિશાલ કણસાગરાની ધરપકડ

Gujarat Others
Raghavji Patel

Jamnagar News : જામનગર સાયબર ક્રાઈમ પોલીસે પૂર્વ કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ (Raghavji Patel) તેમજ અગ્રણી બિલ્ડરોને સોશિયલ મીડિયામાં બદનામ કરવાના ગંભીર કેસમાં મુખ્ય આરોપી વિશાલ કણસાગરાની ધરપકડ કરી છે. આરોપી નેપાળમાં બેસીને સોશિયલ મીડિયા પર ખોટી અને વિકૃત પોસ્ટ મૂકીને નેતા તથા બિલ્ડરો પાસેથી નાણાં પડાવતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

આ પ્રકરણમાં જામનગરના બિલ્ડર જમન ફળદુ અને તેમના પુત્ર દ્વારા સોશિયલ મીડિયામાં બદનામ કરવાના મુદ્દે બે આઈડી ધારકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલે (Raghavji Patel) પણ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તેમની છબી ખરાબ કરવા બાબતે જામનગર સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

રાઘવજી પટેલ (Raghavji Patel) ની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ

ફરિયાદ મુજબ, આરોપીએ પૂર્વ મંત્રી રાઘવજી પટેલ (Raghavji Patel) ના ફોટોગ્રાફ્સ તેમની મંજૂરી વગર મેળવી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી ફોટા એડિટ કરી તેમને સાડી પહેરાવેલી સ્થિતિમાં દર્શાવી, “આ છે આપણા ગુજરાતનું ગૌરવ, પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ (Raghavji Patel) – ભ્રષ્ટાચારનું ઘર” જેવા અપમાનજનક લખાણ સાથે સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા. આ પોસ્ટોથી પૂર્વ મંત્રી રાઘવજી પટેલ (Raghavji Patel) ની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ સિવાય બિલ્ડર સ્મિત પરમારે પણ વિશાલ કણસાગરા સામે સોશિયલ મીડિયા પર બદનામ કરી ખંડણી માંગવાની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં અગાઉ હેમતલાલ કણસાગરા અને પરસોત્તમ પરમાર નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેઓ હાલ જેલ હવાલે છે.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરા, જે હેમતલાલ કણસાગરાનો પુત્ર છે, તે નેપાળમાં બેસીને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ મારફતે પોસ્ટ મૂકીને નાણાં પડાવતો હતો. પોતાના પિતાને જામીન પર છોડાવવા માટે જ્યારે તે ભારત આવ્યો ત્યારે જામનગર સાયબર ક્રાઈમ પોલીસની ટીમે ટેક્નિકલ સર્વેલન્સના આધારે તેનું લોકેશન શોધી તેને ઝડપી લીધો.

પોલીસે આરોપી પાસેથી મોબાઈલ ફોન કબજે કર્યો છે. આરોપીએ તમામ પોસ્ટ ડિલીટ કરી દીધી હોવા છતાં, સાયબર સેલે મહત્વપૂર્ણ ડેટા રિકવર કરી લીધો છે. હાલ આરોપીને આઠ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે અને આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

વિશાલ કણસાગરાની ક્રાઈમ કુંડળી

જામનગરનો વતની વિશાલ કણસાગરા અગાઉ પણ સોશિયલ મીડિયા મારફતે અનેક ગુનાઓમાં સંડોવાયો છે. તેની સામે જામનગરના વિવિધ પોલીસ મથકોમાં સાયબર ફ્રોડના કુલ 11 ગુનાઓ નોંધાયેલા છે. ઉપરાંત તેના પિતા હેમતલાલ કણસાગરા સામે પણ સાયબર ફ્રોડના ચાર ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ રેકોર્ડમાં નોંધાયું છે. આરોપીએ સોશિયલ મીડિયા આઈડી બનાવવાની અને તેનો દુરુપયોગ કરવાની કબૂલાત પણ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાટણ જિલ્લામાં સાયબર ક્રાઈમ પર અંકુશ મૂકવા પોલીસની મોટી કાર્યવાહી, બેંક મેનેજરોને આપી કડક સૂચનાઓ

આ પણ વાંચો: સાયબર ક્રાઈમ પોલીસે 33.35 લાખના ડિજીટલ એરેસ્ટના પ્રયાસને નિષ્ફળ બનાવી મહિલાને રેસ્ક્યુ કરી

આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ સેલે નોકરીની લાલચ આપીને લોકોને ફસાવતા વધુ એક આરોપીની કરી ધરપકડ