delhi air pollution/ હવા બદલાઈઃ દિલ્હીના એર પોલ્યુશનમાં ઘટાડો થતાં પ્રતિબંધો ખતમ

દિલ્હી-એનસીઆરમાં ઝેરી હવાથી લોકોને થોડી રાહત મળી છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના એર ક્વોલિટી બુલેટિન અનુસાર, સોમવારે દિલ્હીનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ (Delhi AQI) 349 રહ્યો હતો.

Top Stories India
Delhi Air pollution હવા બદલાઈઃ દિલ્હીના એર પોલ્યુશનમાં ઘટાડો થતાં પ્રતિબંધો ખતમ

Delhi-NCRમાં ઝેરી હવાથી લોકોને થોડી રાહત મળી છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના એર ક્વોલિટી (Air quality) બુલેટિન અનુસાર, સોમવારે દિલ્હીનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ  (Delhi AQI) 349 રહ્યો હતો. પ્રદૂષણમાં ઘટાડાને કારણે દિલ્હી સરકાર (Delhi government) ના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે (Enviornment Minister Gopal Rai) સોમવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી જેમાં ઘણા પ્રતિબંધો (Restriction) હટાવવામાં આવ્યા છે.

સરકારી કચેરીઓમાં ઘરેથી કામ ખતમ
દિલ્હી સરકારે રાજધાનીમાં ટ્રકોના પ્રવેશ પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે. તેમજ સરકારી કર્મચારીઓ માટે ઘરેથી કામ કરવાના નિયમમાં ફેરફાર કરીને આજથી જ ઓફિસોમાં સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરવાનું ચાલુ રાખવાની સૂચના આપવામાં આવી છે. પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે દિલ્હીમાં હાઈવે, રોડ, ફ્લાયઓવર, ઓવરબ્રિજ, પાઈપલાઈન, પાવર ટ્રાન્સમિશનને લગતા બાંધકામ પરનો પ્રતિબંધ પણ હટાવી લેવામાં આવ્યો છે.
આ સાથે દિલ્હી સરકારે પણ પ્રાથમિક શાળાઓ ખોલવાના આદેશ આપ્યા છે. 9 નવેમ્બર પહેલાની જેમ બાળકોના વર્ગો યોજાશે. પર્યાવરણ મંત્રીએ કહ્યું કે વર્ગો શરૂ થવાની સાથે શાળાઓમાં રમતગમત જેવી ખુલ્લી પ્રવૃત્તિઓ પરનો પ્રતિબંધ પણ નાબૂદ કરવામાં આવ્યો છે.

દિલ્હીમાં ટ્રકો પરના પ્રતિબંધો ખતમ
રવિવારે, અગાઉના દિવસોની તુલનામાં પ્રદૂષણમાં ઘટાડો થયા પછી, CAQM એ પણ ગ્રેપ-4 માં પ્રતિબંધો દૂર કર્યા છે. હવે દિલ્હી-NCRમાં ટ્રકોના પ્રવેશ પરનો પ્રતિબંધ ખતમ થઈ ગયો છે. માલવાહક વાહનો પણ માર્ગો પર દોડી શકશે. BS-6 સિવાયના ડીઝલ વાહનો પરનો પ્રતિબંધ પણ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. જો કે, BS-3 પેટ્રોલ વાહનો, BS-4 ડીઝલ વાહનો પર પ્રતિબંધો પહેલાની જેમ જ ચાલુ રહેશે. દિલ્હીમાં આવા વાહનોની સંખ્યા લગભગ 5 લાખ છે. હવામાનશાસ્ત્રીઓનું માનવું છે કે પવનની દિશા અને ગતિની અસરને કારણે રવિવારે દિલ્હી એનસીઆરના વાયુ પ્રદૂષણમાં થોડા વધુ પોઈન્ટ્સનો સુધારો થયો હતો. રવિવારે દિલ્હીનો એર ઈન્ડેક્સ (Air quality index) 339 રહ્યો હતો. શનિવારે તે 381 હતો. તેણે 24 કલાકમાં 42 પોઈન્ટ ગુમાવ્યા છે.

બે-ત્રણ દિવસ સુધી પ્રદૂષણ વધવાની ધારણા નથી
જો કે, તેની શ્રેણી હજુ પણ ઘણી નબળી છે. રવિવારે, ગાઝિયાબાદ અને ગ્રેટર નોઈડાના એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 300 થી ઓછા હતા, જેણે લોકોને મોટી રાહત આપી. સફર ઈન્ડિયાએ આગામી બે-ત્રણ દિવસ સુધી પ્રદૂષણમાં કોઈ વધારો નહીં થવાની આગાહી કરી છે. રવિવારના દિવસે પતરાળી સળગાવવાની ઘટનાઓ અને તેના ધુમાડાના હિસ્સામાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ

કેટલી કંપની ખરીદશે મુકેશ અંબાણીઃ જર્મન કંપનીના ભારતીય એકમને ખરીદશે

સુકેશ ચંદ્રશેખરનો LGને ત્રીજો પત્રઃ ‘સત્યેન્દ્ર જૈન દ્વારા સતત ધમકીઓ’ મળે છે