Not Set/ પંચમહાલ / વિદ્યાર્થિનીનો પગ લપસતા કેનાલમાં ગરકાવ, શોધખોળ ચાલુ..

પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકાના ઉમરપુર ગામ પાસેથી પસાર થતી પાનમ હાઈલેવલ કેનાલમાં શાળામાંથી છૂટીને ઘરે જતી ધો. ૯ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો પગ લપસતા કેનાલમાં ખાબકી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટના સ્થળ પર દોડી આવી હતી અને શોધખોળ હાથ ધરી હતી.  શહેરા તાલુકાના ઉમરપુર ગામ પાસેથી પાનમ હાઈલેવલ કેનાલ પસાર થાય છે. પાનમ […]

Gujarat Others
panchmahal પંચમહાલ / વિદ્યાર્થિનીનો પગ લપસતા કેનાલમાં ગરકાવ, શોધખોળ ચાલુ..
પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકાના ઉમરપુર ગામ પાસેથી પસાર થતી પાનમ હાઈલેવલ કેનાલમાં શાળામાંથી છૂટીને ઘરે જતી ધો. ૯ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો પગ લપસતા કેનાલમાં ખાબકી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટના સ્થળ પર દોડી આવી હતી અને શોધખોળ હાથ ધરી હતી.
 શહેરા તાલુકાના ઉમરપુર ગામ પાસેથી પાનમ હાઈલેવલ કેનાલ પસાર થાય છે. પાનમ હાઈલેવલ કેનાલની પાસે આવેલ ધાવડિયા ગોળા ફળિયામાં રહેતી પારૂલબેન મોહનસિંહ મકવાણા જીવનપથ હાઈસ્કૂલમાં ધોરણ ૯માં અભ્યાસ કરે છે. શાળા છૂટયા બાદ પારૂલ પોતાના ઘરે જઈ રહી હતી. ત્યારે પાણીથી છલોછલ પાનમ હાઈલેવલ કેનાલમાં અચાનક પગ લપસી પડ્યો હતો, જોત જોતામાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી તે સમયે ત્યાંથી પસાર થતા સ્થાનિક ગ્રામજને વિદ્યાર્થિનીને પાણી ભરેલ કેનાલમાં પડતા જોઈ બૂમાબૂમ કરી મૂકી હતી. જેને લઈને આજુબાજુ માંથી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા.
બનાવની જાણ મામલતદાર મેહુલ ભરવાડ અને પોલીસ મથકના પી.એસ.આઈ.લક્ષ્મણસિંહ પરમારને કરવામાં આવતા તેઓ પણ તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવ્યા હતા. જો કે અંધારૂ થઈ જતા પાણી ભરેલ કેનાલમાં વિદ્યાર્થિની પારૂલને શોધી શક્યા ન હતા. જ્યારે વિદ્યાર્થિનીના પરિવારજનોના રોકકળથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી બુધવારની સવારે ફાયર બિગેડ સહિતની ટીમ દ્વારા વિદ્યાર્થિનીને પાણી ભરેલ કેનાલમાં શોધવાની તજવીજ હાથ ધરવામાં આવનાર છે બનેલ બનાવને લઇને મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી આવ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન