Not Set/ IND v/s ENG : ભારતીય ટીમનો ઇનિંગ્સ અને ૧૫૯ રને થયો કારમો પરાજય, ઇંગ્લેન્ડ શ્રેણીમાં ૨-૦થી આગળ

લંડન, ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચમાં ભારતીય ટીમનો કારમો પરાજય થયો છે. ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સના ગ્રાઉન્ડ પર રમાયેલી બીજી ટેસ્ટના ચોથા દિવસે ભારત બીજી ઇનિંગ્સમાં પણ માત્ર ૧૩૦ રનમાં સમેટાઈ ગઈ હતી અને ઇંગ્લેન્ડની ટીમે ઇનિંગ્સ અને ૧૫૯ રને વિજય મેળવી શ્રેણીમાં ૨-૦ની લીડ હાંસલ કરી છે. ઇંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલી ૨૮૯ […]

Sports
qck 21842 1534072363 IND v/s ENG : ભારતીય ટીમનો ઇનિંગ્સ અને ૧૫૯ રને થયો કારમો પરાજય, ઇંગ્લેન્ડ શ્રેણીમાં ૨-૦થી આગળ

લંડન,

ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચમાં ભારતીય ટીમનો કારમો પરાજય થયો છે. ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સના ગ્રાઉન્ડ પર રમાયેલી બીજી ટેસ્ટના ચોથા દિવસે ભારત બીજી ઇનિંગ્સમાં પણ માત્ર ૧૩૦ રનમાં સમેટાઈ ગઈ હતી અને ઇંગ્લેન્ડની ટીમે ઇનિંગ્સ અને ૧૫૯ રને વિજય મેળવી શ્રેણીમાં ૨-૦ની લીડ હાંસલ કરી છે.

ઇંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલી ૨૮૯ રનની લીડ સામે ભારતીય ટીમનો બીજી ઇનિંગ્સમાં પણ ધબડકો થયો હતો અને પૂરી ટીમ માત્ર ૧૩૦ના સ્કોર પર ઓલ આઉટ થઇ ગઈ હતી. ઓપનર બેટ્સમેન મુરલી વિજય અને કે એલ રાહુલ અનુક્રમે ૦ અને ૧૦ રન બનાવી ઝડપી બોલર જેમ્સ એન્ડરશનના શિકાર બન્યા હતા.

જો કે ત્યારબાદ ટીમ ઇન્ડિયાનો મિડલ ઓર્ડર પત્તાની જેમ વિખેરાઈ ગયો છે. ચેતેશ્વર પુજારા ૧૭ રન, અજીન્ક્ય રહાને ૧૩ રન અને હાર્દિક પંડ્યા ૨૬ રન બનાવી આઉટ થયા છે. જયારે કેપ્ટન વિરાટ કોહલી પણ માત્ર ૧૭ રન બનાવી આઉટ થયો હતો. ભારત માટે સૌથી વધુ ૩૩ રન આર. અશ્વિને બનાવ્યા હતા.

ઇંગ્લેન્ડ તરફથી ઝડપી બોલર જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડે અનુક્રમે ૪ – ૪ વિકેટ ઝડપી હતી. જયારે ક્રિશ વોક્સે ૨ વિકેટ ઝડપી હતી.

આ પહેલા ચોથા દિવસની શરૂઆતમાં ઇંગ્લેન્ડની ટીમે પોતાનો દાવ આગળ ધપાવ્યો હતો અને ૭ વિકેટના નુકશાને ૩૯૬ રનના સ્કોરે પ્રથમ ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. આ સાથે યજમાન ટીમે ભારત પર ૨૮૯ રનની મહત્વની લીડ હાંસલ કરી લીધી છે.

qck fb305 1533999802 IND v/s ENG : ભારતીય ટીમનો ઇનિંગ્સ અને ૧૫૯ રને થયો કારમો પરાજય, ઇંગ્લેન્ડ શ્રેણીમાં ૨-૦થી આગળ

ઇંગ્લેન્ડ તરફથી ક્રિશ વોક્સે શાનદાર સદી સાથે અણનમ ૧૩૭ રન બનાવ્યા હતા, જયારે સેમ કરન ૪૪ રન બનાવી આઉટ થયો હતો.

જો કે આ પહેલા પ્રથમ ઇનિગ્સની શરૂઆતમાં યજમાન ટીમને પહેલો ઝટકો ઓપનર જેનીન્ગ્સના સ્વરૂપમાં લાગ્યો હતો. જેનીન્ગ્સ ૧૧ રન બનાવી ઝડપી બોલર મોહમ્મદ શામીનો શિકાર બન્યો હતો, જયારે એલિસ્ટર કૂકે ૨૧ રન, કેપ્ટન જો રૂટ ૧૯ અને ઓલી પોપે ૨૮ રન બનાવ્યા હતા.

ત્યારબાદ વિકેટકીપર બેટ્સમેન જોની બેયરસ્ટો અને ક્રિશ વોક્સની જોડીએ ૬ વિકેટ માટે ૧૮૯ રનની ભાગીદારી નોધાવી હતી અને પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી છે. બેયરસ્ટોએ ૯૩ રન બનાવી આઉટ થયો હતો. જયારે ભારત તરફથી મોહમ્મદ શામીએ ૩ વિકેટ જ્યારે ઇશાંત શર્માએ ૧ અનેહાર્દિક પંડ્યાએ ૩ વિકેટ ઝડપી હતી.

આ પહેલા તોડ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાનો એક પણ બેટ્સમેન  ઝડપી બોલર જેમ્સ એન્ડરસનના તરખાટ સામે ટકી શક્યા ન હતા અને બીજા દિવસના અંતે પૂરી ટીમ માત્ર ૧૦૭ રનમાં જ ઓલ આઉટ થઇ હતી. ભારત તરફથી આર અશ્વિને સૌથી વધુ ૨૯ રન જયારે કેપ્ટન વિરાટ કોહલીએ ૨૨ રન બનાવ્યા હતા.