New Hitman/ આ છે ભારતનો નવો હિટમેન, 20 છગ્ગા સાથે 147 બોલમાં ફટકારી ત્રેવડી સદી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટમેચ હાલમાં હૈદરાબાદમાં જ રમાઈ રહી છે ત્યારે હૈદરાબાજના જ ખેલાડી તન્મય અગ્રવાલે ફક્ત 147 બોલમાં 20 છગ્ગાની મદદથી ત્રેવડી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. તેણે હૈદરાબાદ તરફથી અરૂણાચલ પ્રદેશ સામે રમતા 119 બોલમાં બેવડી સદી પૂરી કરી હતી.

Top Stories Sports
YouTube Thumbnail 2024 01 26T220302.186 આ છે ભારતનો નવો હિટમેન, 20 છગ્ગા સાથે 147 બોલમાં ફટકારી ત્રેવડી સદી

હૈદરાબાદઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટમેચ હાલમાં હૈદરાબાદમાં જ રમાઈ રહી છે ત્યારે હૈદરાબાજના જ ખેલાડી તન્મય અગ્રવાલે ફક્ત 147 બોલમાં 20 છગ્ગાની મદદથી ત્રેવડી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. તેણે હૈદરાબાદ તરફથી અરૂણાચલ પ્રદેશ સામે રમતા 119 બોલમાં બેવડી સદી પૂરી કરી હતી. આ સાથે તેણે રણજી ટ્રોફીમાં સૌથી ઝડપી બેવડી સદીનો પણ ઇતિહાસ રચ્યો હતો.

આ સાથે અગ્રવાલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી ત્રેવડી સદીનો માર્કો મોરિસનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો હતો. માર્કો મોરિસે આ સિદ્ધિ 191 બોલમાં નોંધાવી હતી તો તન્મયે તો આ સિદ્ધિ ફક્ત 147 બોલમાં જ નોંધાવી છે. તે હજી પણ 160 બોલમાં 33 ચોગ્ગા અને 21 છગ્ગાની મદદથી 323 રન કરીને રમી રહ્યો છે. તેનો સ્ટ્રાઇક રેટ 201.33નો છે. હવે જો તે ચોવડી સદી એટલે કે 400 રન ફટકારવામાં સફળ થશે તો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 400 રન ફટકારનાર ભારતનો સૌપ્રથમ બેટ્સમેન બનશે.

Runs Balls Fours Sixes SR
1ST 50 RUNS 49 6 2 102.04
51-100 RUNS 31 7 1 161.29
101-150 RUNS 23 7 2 217.39
151-202 RUNS 16 5 4 325.00
203-250 RUNS 16 3 5 300.00
251-300 RUNS 12 3 6 416.67

 

ભારત તરફથી કોઈપણ બેટ્સમેન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 400 રન કરી શક્યો નથી. સૌથી મોટો સ્કોર પૃથ્વી શોનો છે. તેણે 2023માં આસામ સામે 379 રન ફટકાર્યા હતા. તન્મય અગ્રવાલે આ સાથે એક જ દિવસમાં સૌથી વધુ 323 રન કરવાનો રેકોર્ડ કર્યો હતો. ભારતના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કોઈપણ ખેલાડી અત્યાર સુધીમાં એક જ દિવસમાં 323 રન કરી શક્યો નથી. એક જ દિવસમાં સૌથી વધુ રનનો રેકોર્ડ બ્રાયન લારાના નામે છે. તેણે ડરહામ સામે 390 રન કર્યા હતા.

તેની તોફાની બેટિંગના સથવારે હૈદરાબાદે એક જ દિવસમાં 701 રનનો જંગી જુમલો ખડક્યો હતો. આ પણ રેકોર્ડ છે. આ પહેલા 1948માં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડના પ્રવાસમાં એસેક્સ સામે એક જ દિવસમાં 129 ઓવરમાં 721 રન ખડક્યા હતા. તન્મયે આ દરમિયાન રાહુલસિંઘ સાથે 449 રનની ભાગીદારી નોંધાવી છે. આ ભાગીદારી 40.2 ઓવરમાં 11.13ની સરેરાશે નોંધાઈ છે. તેઓ હવે દિલ્હીના રમણ લાંબા અને રવિ સેહગલે 1994-94માં હિમાચલ પ્રદેશ સામે નોંધાવેલી 464 રનની ભાગીદારીથી 15 રન જ પાછળ છે. આ અત્યાર સુધીની શ્રેષ્ઠ ભાગીદારી છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ