Not Set/ દુબઇ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ એરપોર્ટની દિવાલ સાથે ટકરાઇ,તમામ મુસાફરો સલામત

ત્રીચી ગુરૂવારે તામિલનાડુના ત્રીચીના એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થતાં રહી ગઇ હતી.ત્રીચીથી દુબઇ જનારી એક ફ્લાઇટનો નીચલો હિસ્સો એર ટ્રાફિલ કન્ટ્રોલની કમ્પાઉન્ડની દિવાલ સાથે ટકરાઇ ગયો હતો.જે સમયે આ અકસ્માત થયો ત્યારે ફ્લાઇટમાં 136 લોકો સવાર હતા,જો કે તમામ મુસાફરો સુરક્ષિત રહ્યાં હતા.અકસ્માત બાદ ફ્લાઇટને ઇમરજન્સીમાં મુંબઇ ડાયવર્ટ કરી દેવામાં આવ્યું હતું. મીડીયામાં આવેલા […]

Top Stories India
trichy flight દુબઇ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ એરપોર્ટની દિવાલ સાથે ટકરાઇ,તમામ મુસાફરો સલામત

ત્રીચી

ગુરૂવારે તામિલનાડુના ત્રીચીના એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થતાં રહી ગઇ હતી.ત્રીચીથી દુબઇ જનારી એક ફ્લાઇટનો નીચલો હિસ્સો એર ટ્રાફિલ કન્ટ્રોલની કમ્પાઉન્ડની દિવાલ સાથે ટકરાઇ ગયો હતો.જે સમયે આ અકસ્માત થયો ત્યારે ફ્લાઇટમાં 136 લોકો સવાર હતા,જો કે તમામ મુસાફરો સુરક્ષિત રહ્યાં હતા.અકસ્માત બાદ ફ્લાઇટને ઇમરજન્સીમાં મુંબઇ ડાયવર્ટ કરી દેવામાં આવ્યું હતું.

મીડીયામાં આવેલા રિપોર્ટ પ્રમાણે ત્રીચીના એરપોર્ટ પરથી મોડી રાતે એર ઇન્ડિયાની એર ઇન્ડિયા એક્પ્રેસ  ફ્લાઇટ દુબઇ જવા ઉપડી હતી.ફ્લાઇટ ઉપડ્યા બાદ તે એરપોર્ટના એર ટ્રાફિક કન્ટ્રોલની બાઉન્ડ્રી વોલ સાથે ટકરાઇ ગઇ હતી.આ અકસ્માત થતાં ફ્લાઇટના નીચેના ભાગમાં થોડુ નુકસાન થયું હતું પરંતું મુસાફરો સલામત રહ્યા હતા.

આ દુર્ઘટના બાદ ડીજીસીએ તપાસના આદેશ આપ્યા હતા અને ફ્લાઇટના પાયલોટ અને કો-પાયલોટને ડ્યુટી પરથી ઉતારી દેવામાં આવ્યા હતા.ડીજીસીએ હવે આ દુર્ઘટનાની તપાસ શરૂ કરી છે.