Jeruslem News : ઈઝરાયેલ-ગાઝા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈદની ઉજવણી કરવાનો પ્રયાસ કરી રહેલા ગાઝાના લોકો પર ઈઝરાયેલના સતત હુમલા ચાલુ રહ્યા હતા. બહુમાળી ઈમારત પર થયેલા હવાઈ હુમલામાં 29 લોકો માર્યા ગયા હતા અને ઘણા લકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. તેમજ ગાઝામાં અન્ય સ્થળોએ થયેલા હુમલામાં 60 લોકો મૃત્યુ પામ્યા છે અને 120 લોકો ઘાયલ થયા છે. ગાઝા યુદ્ધમાં ઈઝરાયેલના હુમલામાં કુલ મૃત્યુઆંક વધીને 33,634 થઈ ગયો છે.
ઈદ પર ઈઝરાયેલના હુમલાથી નાશ પામેલા ગાઝામાં કાટમાળના ઢગલા વચ્ચે બાળકો પ્લાસ્ટિકની રાઈફલો સાથે રમતા જોવા મળ્યા હતા. ગઈકાલે ઇઝરાયેલે મધ્ય અને ઉત્તર ગાઝામાં હવાઈ હુમલા કર્યા હતા. અમેરિકા અને યુરોપિયન દેશોના હસ્તક્ષેપને કારણે પેલેસ્ટાઈનીઓને ખાવાની ચીજવસ્તુઓ મળવા લાગી છે. પરંતુ ગરમી અને દૂષિત પાણીના કારણે તેમનામાં બીમારીઓ ફેલાઈ રહી છે. UNએ પર્યાપ્ત તબીબી સુવિધાઓના અભાવે મોટી સંખ્યામાં લોકો રોગોથી મૃત્યુ પામશે તેવી આશંકા વ્યક્ત કરી છે.
વેસ્ટ બેંક એ ઇઝરાયેલ દ્વારા કબજો કરાયેલ પેલેસ્ટિનિયન પ્રદેશ છે
પશ્ચિમી પેલેસ્ટિનિયનો અને ઇઝરાયેલના સૈનિકો વચ્ચે અથડામણના થઈ રહી છે. ત્યાં ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં બે પેલેસ્ટિનિયન માર્યા ગયા છે અને ત્રણ ઘાયલ થયા છે. 7 ઓક્ટોબર, 2023ના રોજથી ગાઝા પર ઈઝરાયેલના હુમલા શરૂ થયા ત્યારથી પશ્ચિમ કાંઠે મોટી સંખ્યામાં પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે.
ઈરાન ગમે ત્યારે ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે: અમેરિકા
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને શુક્રવારે કહ્યું કે તેઓ માને છે કે ઈરાન ટૂંક સમયમાં ઈઝરાયેલ પર હુમલો કરશે, એવી આશંકા વચ્ચે કે ગાઝામાં ચાલી રહેલી દુશ્મનાવટ સંઘર્ષમાં ફેરવાઈ શકે છે. અમે ઈઝરાયેલના સંરક્ષણ માટે સમર્પિત છીએ. અમે ઇઝરાયેલને સમર્થન આપીશું, અમે ઇઝરાયેલને બચાવવામાં મદદ કરીશું અને ઇરાન સફળ નહીં થાય.
ઈઝરાયેલે કહ્યું છે કે તે તેની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ કહ્યું છે કે જે અમને નુકસાન પહોંચાડશે અમે નુકસાન પહોંચાડીશું. મિત્ર દેશ અમેરિકાએ ઈઝરાયેલની સુરક્ષા માટે બધું જ કરવાની જાહેરાત કરી છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ચીન, સાઉદી અરેબિયા અને તુર્કીના વિદેશ મંત્રીઓ સાથે ફોન પર વાત કરી અને કહ્યું કે યુદ્ધ કોઈના હિતમાં નથી. ભારતના વિદેશ મંત્રાલયે ઈરાનમાં રહેતા 4,000 ભારતીયો અને ઈઝરાયેલમાં રહેતા 18,500 ભારતીયોને પણ એલર્ટ-સુરક્ષિત રહેવા અને ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવા જણાવ્યું છે.
આ પણ વાંચો:Iran-Israel-America/ઇરાનની ઇઝરાયલ પર હુમલો કરવાની ધમકીથી અમેરિકાની ઊંઘ ઉડી, નાગરિકોને આપી સલાહ
આ પણ વાંચો:Pakistan/કરાચીમાં ઇદ તહેવાર પર લૂંટની ઘટનામાં 19 લોકોના મૃત્યુ, 55 ઇજાગ્રસ્ત
આ પણ વાંચો:India-USA/હિંદ મહાસાગરને ચીનના પ્રભાવથી મુક્ત રાખવા ભારત-અમેરિકા સાથે આવશે