Ankleshvar: એશિયાના સૌથી મોટા ઔદ્યોગિક વિસ્તાર (Industrial Area) અંકલેશ્વરમાં ફરી એકવાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો છે. દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે કેન્દ્ર સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અને ‘ડ્રગ ફ્રી ઈન્ડિયા કેમ્પેઈન’ હેઠળ સંયુક્ત ઓપરેશન કર્યુ, જેમાં 5,000 કરોડની કિંમતનો 518 કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના સ્પેશિયલ સેલે રવિવારે ગુજરાતના અંકલેશ્વરમાં અવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીની સર્ચ દરમિયાન 518 કિલો કોકેન જપ્ત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ 5,000 કરોડ રૂપિયા છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હી અને ગુજરાત પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં અવકાર ફાર્મા નામની ખાનગી કંપનીમાંથી 518 કિલો કોકેઈન મળી આવ્યું હતું. આ જથ્થાની બજાર કિંમત 5000 કરોડ રૂપિયા છે.
આ પહેલા પણ અંકલેશ્વરમાંથી દવા બનાવવાની અનેક ફેક્ટરીઓ ઝડપાઈ ચુકી છે. અંકલેશ્વરમાં ફરી એકવાર ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે આ કેસમાં દિલ્હી અને ગુજરાત પોલીસ દ્વારા ઘણા સમયથી ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું.
આ મામલે દિલ્હી અને ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી ઓપરેશન ચાલી રહ્યું હોવાની માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે. આ પહેલાં 1 ઓક્ટોબર, 2024ના રોજ દિલ્હીની સ્પેશિયલ સેલે મહિપાલપુરમાં તુષાર ગોયલ નામના વ્યક્તિના વેરહાઉસ પર દરોડા પાડ્યા હતા અને 562 કિલો કોકેઈન અને 40 કિલો હાઈડ્રોપોનિક ગાંજાના મોટા કન્સાઈનમેન્ટ જપ્ત કર્યા હતા. આ પછી, 10 ઓક્ટોબર, 2024ના રોજ તપાસ દરમિયાન આ જ કેસમાં દિલ્હીના રમેશ નગરમાં એક દુકાનમાંથી લગભગ 208 કિલો કોકેઈન મળી આવ્યું હતું.
દિલ્હી કેસમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ તમામ માદક દ્રવ્ય ફાર્મા સોલ્યુશન સર્વિસ નામની કંપનીનું છે અને આ નશીલા પદાર્થ ગુજરાતના અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાંથી આવ્યો હતો. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કેસમાં અત્યાર સુધીમાં કુલ 1289 કિલો કોકેઈન અને 40 કિલો હાઈડ્રોપોનિક થાઈ ગાંજો મળી આવ્યો છે, જેની કુલ કિંમત 13000 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.
હજારો કરોડના ડ્રગ્સની રિકવરી મામલે દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસ વચ્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નશીલા પદાર્થને દિવાળી 2024 અને નવા વર્ષ 2025માં દિલ્હી, યુપી, બિહાર, ગુજરાત, પંજાબ, મહારાષ્ટ્ર સહિતના વિવિધ રાજ્યોમાં પહોંચાડવાનો હતો. પરંતુ આ પહેલાં તપાસ એજન્સીઓએ આ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે.
ગુજરાત હવે ડ્રગ્સની હેરાફેરી માટે હોટ સ્પોટ સાબિત થઇ રહ્યું છે, છેલ્લા આઠ મહિનામાં હજારો કરોડનું ડ્રગ્સ રાજ્યમાંથી પકડાયું છે અને સતત પકડાતું રહે છે.પોલીસ એલર્ટ હોવા છંતા પણ વિદેશથી ડ્રગ્સ ઘૂસાડવાનો પ્રયાસ અવિરત રીતે ચાલી રહ્યો છે. ગુજરાતમાં ફરી એકવાર ડ્રગ્સ પકડાયું છે.મુંદ્રા પોર્ટ પર ગત રોજ ઇમ્પૉર્ટ થયેલા એક કન્ટેનરને રોકીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુત્રોએ જણાવ્યું કે તેમાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે, હજી પણ કન્ટેનરના તમામ જથ્થાની તપાસ ચાલી રહી છે તેમજ તેના સેમ્પલ નાર્કોટીક્સ તપાસ માટે મોકલાયા છે. ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા ગત રોજ મુંદ્રા પોર્ટ પર આવેલા એક કન્ટેનરને રોકાવીને તપાસ ચલાવી હતી.
સુત્રોએ જણાવ્યું કે મીઠુ હોવાનું ડિક્લેરેશન ધરાવતું આ કન્સાઇમેન્ટ ઈરાનથી વાયા દુબઈ થઈને મુંદ્રા પહોંચ્યું હતું. જેમાં રહેલા દરેક જથ્થાને બહાર કાઢીને મોડી રાત સુધી તપાસ કરવામાં આવી રહી છે, અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર 50 કિલો જેટલો સિન્થેટીક ડ્રગ્સનો જથ્થો ઝડપી પડાયો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. તે ખરેખર હેરોઈન છે કે અન્ય કોઇ ડ્રગ તે તપાસ પુર્ણ થયા અને રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે. કસ્ટમના સુત્રોએ મીઠાના કન્ટેનરની તપાસ ચાલતી હોવાની ગતીવીધીને સમર્થન આપ્યું હતું.
આ પણ વાંચો: સુરતના અડાજણ ખાતેથી MD ડ્રગ્સ પકડાયું
આ પણ વાંચો: ગુજરાત પોલીસનું ડ્રગ્સ મુદ્દે મોટુ ઓપરેશન, ગાંધીધામમાં 80 કિલોથી વધુનું ડ્રગ્સ પકડાયું
આ પણ વાંચો: સુરત બન્યું ‘ડ્રગ એડિક્ટ’: 6.56 કરોડનું ડ્રગ્સ પકડાયું
