છેલ્લા ઘણા સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચે શાબ્દિક હુમલાઓ વધી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદથી ગુસ્સે ભરાયેલુ પાકિસ્તાન અને ત્યાના નેતાઓ વારંવાર યુદ્ધને લઇને કોઇને કોઇ ઉશ્કેરીજનક નિવેદન આપી રહ્યા છે. જેમા તેઓ પરમાણુ યુદ્ધની પણ વાત કરતા સાંભળવામાં આવ્યા હતા. જો કે હવે ભારત પર પરમાણુ હુમલો કરવાની ધમકી આપનારા પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું છે કે, ભારતની સાથે તણાવની સ્થિતિમાં પાકિસ્તાન પહેલા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે નહી. તાજેતરમાં ઇમરાન ખાને કાશ્મીરનાં મુદ્દે ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન આ મુદ્દે કોઈ પણ હદ સુધી જશે. જો કાશ્મીર સંઘર્ષ યુદ્ધ તરફ દોરી જાય છે, તો યાદ રાખો કે બંને દેશો પાસે પરમાણુ હથિયારો છે અને પરમાણુ યુદ્ધમાં કોઈ વિજેતા બનશે નહી.
આ કહેતા જ દુનિયાભરમાં ઈમરાન ખાનની ઘણી આલોચના કરવામાં આવી હતી. સમય એવો આવ્યો કે કોઇ પાકિસ્તાન સાથે કાશ્મીર મુદ્દે ઉભુ રહેવા માંગતુ નથી. જેનાથી આપો ગુમાવી બેઠેલા ઈમરાન ખાને પરમાણુ હથિયારનાં ઉપયોગની વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, આ યુદ્ધમાં કોઇની હાર કે કોઇની જીત નહી થાય. આના વૈશ્વિક પ્રભાવ પડશે. ઈમરાને કહ્યુ હતુ કે, વિશ્વનાં મહાસત્તાઓની એક મોટી જવાબદારી છે. ભલે તેઓ અમારો સાથ આપે કે નહીં, પાકિસ્તાન શક્ય તે બધું કરશે. ઇમરાન ખાને લાહોરનાં ગવર્નર હાઉસમાં એકઠા થયેલા સિખ સમુદાયનાં લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે, ‘અમે ક્યારેય યુદ્ધ શરૂ કરીશું નહી. પાકિસ્તાન અને ભારત બંને પરમાણુ શક્તિઓ છે અને જો તણાવ વધશે તો દુનિયાને જોખમનો સામનો કરવો પડશે. યુદ્ધ એ કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી.’
ઈમરાને કહ્યું કે, હું ભારતને કહેવા માંગુ છું કે યુદ્ધ કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી. જેઓ યુદ્ધમાં જીતે છે તેમને પણ ઘણુ ગુમાવવું પડે છે. યુદ્ધ અન્ય ઘણા મુદ્દાઓને જન્મ આપે છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન સતત ભારત વિરોધી નિવેદનો આપતું રહ્યું છે. ઈમરાનથી લઈને તેમના મંત્રીઓ સુધી, તે ભારત વિરુદ્ધ યુદ્ધ અને પરમાણુ યુદ્ધની ધમકી આપવાની વાત કરી રહ્યા છે. પાકિસ્તાનનાં રેલ્વે મંત્રી શેખ રશીદ અહેમદે કહ્યું છે કે, પાકિસ્તાનમાં પણ 125 થી 250 ગ્રામ વજનનાં પરમાણુ બોમ્બ છે જે કોઈપણ લક્ષ્ય ક્ષેત્ર પર હુમલો કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
