Not Set/ કોવિડ હોસ્પિટલ માટે રાજકોટ મનપાના કોમ્યુનિટી હોલ ભાડે અપાશે

ગુજરાતના રાજકોટ જેવા મહાનગરોમાં કાબુ બહાર જઇ રહેલા કોરોના મહામારીના સંક્રમણથી લોકોને બચાવવા, સંક્રમણને કાબુમાં લેવા અને મૃત્યુઆંક ઘટાડવા તેમજ કોરોના દર્દીઓની સારવાર અને સાધન સગવડોની ઉપલબ્ધી જેવા મુદા પર આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા તમામ મનપા સાથે ખાસ વીડિયો કોન્ફરન્સ ચર્ચા વિચારણાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વીડિયો કોન્ફરસમાં  રાજકોટ મ્યુ.કમિશ્ર્નર ઉદિત અગ્રવાલ, મેયર […]

Gujarat Rajkot

ગુજરાતના રાજકોટ જેવા મહાનગરોમાં કાબુ બહાર જઇ રહેલા કોરોના મહામારીના સંક્રમણથી લોકોને બચાવવા, સંક્રમણને કાબુમાં લેવા અને મૃત્યુઆંક ઘટાડવા તેમજ કોરોના દર્દીઓની સારવાર અને સાધન સગવડોની ઉપલબ્ધી જેવા મુદા પર આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા તમામ મનપા સાથે ખાસ વીડિયો કોન્ફરન્સ ચર્ચા વિચારણાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વીડિયો કોન્ફરસમાં  રાજકોટ મ્યુ.કમિશ્ર્નર ઉદિત અગ્રવાલ, મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ અને ડે.મેયર ડો. દર્શીતાબેન શાહ જોડાયા હતા. ઓનલાઇન માર્ગદર્શન પ્રાપ્ત કરી મુખ્યમંત્રીના સુચનો અને આદેશ મુજબ રાજકોટ મનપાએ કોરોના સામેના જંગનો વિગતવાર રોડ મેપ તૈયાર કર્યો છે અને કેટલાક મહત્વના નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે.

 મેયર ડો.પ્રદિપ ડવે ઓનલાઇન ચર્ચા બાદ  મહત્વ પૂર્ણ જાહેરાત કરી હતી કે, કોવિડ હોસ્પિટલ બનાવવા માટે મનપા તેના તમામ કોમ્યુનિટી હોલ ભાડે આપવા માટે તૈયાર છે. જે ખાનગી હોસ્પિટલો નવા કોવિડ કેર સેન્ટર બનાવવા માંગતી હોય એમને મનપા રાહત દરે કોમ્યુનિટી હોલ ભાડે આપશે. આ જાહેરાત ખુબ મહત્વની છે. શહેરમાં કોરોના દર્દીઓની વધતી જતી સંખ્યા અને ઘટતી જતી બેડની સંખ્યાએ વિષમ પરિસ્થિતિ ઉભી કરી હોવાથી ખાનગી હોસ્પિટલના સંચાલકો ધારે તો મનપાના કોમ્યુનિટી હોલ ભાડે લઇ તેને ડેઝીનેટેડ કોવિડ હોસ્પિટલમાં તબદીલ કરી શકશે. આથી ખાનગી અને સરકારી હોસ્પિટલ પરની ભારણ પણ ઘટી જશે.

મેયરે રેમડેસિવીર ઇન્જેકશનની ઉપલબ્ધી દર્દીઓના સ્વજનોને આશાનીથી થઇ શકે એ માટે પણ કંટ્રોલ રૂમમાં વ્યવસ્થા ગોઢવી છે. એમને ઇન્જેકશનની પ્રાપ્તી ઇછતા દર્દીઓના સ્વજનો માટે ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. એ નંબર આ પ્રમાણે છે 99740 73350, 99740 73150, 99740 73450 આ ત્રણ નંબર પર સંપર્ક કરીને ઇન્જેકશનની સ્ટોક સહિતની તમામ માહિતી મળશે.