Rajkot News/ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અર્ધબેભાન દર્દીને સારવારના બદલે ટીંગાટોળી કરી રોડ પર ફેંક્યો, તપાસના આદેશ

રાજકોટ (Rajkot) સિવિલ હોસ્પિટલમાં દર્દીને અર્ધબેભાન હાલતમાં બહાર ખસેડી દેવાયો હોવાના આરોપ બાદ વિવાદ સર્જાયો છે.

Top Stories Gujarat
Rajkot

Rajkot News: રાજકોટની સિવિલ હોસ્પિટલ વધુ એક વખત ચર્ચામાં આવી છે. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા એક દર્દી સાથે થયેલા કથિત અમાનવીય વર્તનને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. મળતી માહિતી અનુસાર, અર્ધબેભાન હાલતમાં રહેલા દર્દીને હોસ્પિટલના સુરક્ષા કર્મચારીઓ દ્વારા હોસ્પિટલ પરિસરમાંથી બહાર કાઢી રસ્તા પર મૂકી દેવામાં આવ્યો હોવાનો સામે આવ્યુ છે.

Rajkot

માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના રાજચરાડી ગામના 30 વર્ષીય ગણેશ રામલાલ કટારાને ઝેરી દવાની અસર બાદ 2 જુલાઈના રોજ વહેલી સવારે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સારવાર ચાલી રહી હતી.

rajkot

જાણવા મળ્યુ છે કે, 3 જુલાઈની સવારે દર્દી અર્ધબેભાન હાલતમાં પોતાના વોર્ડમાંથી બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ તે હોસ્પિટલના ઓપીડી વિસ્તાર નજીક પડી રહ્યો હતો. આરોપ છે કે તેને સારવાર માટે પરત વોર્ડમાં લઈ જવાને બદલે સુરક્ષા કર્મચારીઓએ તેને હોસ્પિટલની બહાર ખસેડી દીધો હતો.

rajkot

જો કે, ઘટનાની જાણ થતાં હોસ્પિટલના સિવિલ સર્જને દર્દીને તાત્કાલિક ફરી સારવાર માટે દાખલ કરવાની વ્યવસ્થા કરી હતી. સાથે જ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હોવાનું અને જવાબદાર સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ વ્યક્ત કરી હતી.

આ ઘટનાએ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા, દર્દીઓની દેખરેખ અને જવાબદારીને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે. સમગ્ર મામલે લોકો દ્વારા નિષ્પક્ષ તપાસ અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.


આ પણ વાંચો : રાજકોટની સિવિલ હોસ્પિટલનો વધુ એક વીડિયો વાયરલ, ફરજ પર ડોક્ટર કેમેરામાં ઊંઘતા કેદ

આ પણ વાંચો : રાજકોટની સિવિલ હોસ્પિટલમાંથી મળી આવી દારૂની બોટલો

આ પણ વાંચો : રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મારામારી ઘટના આવી સામે