Ahmedabad News/ અમદાવાદમાં GST વિભાગની કાર્યવાહી: 21.49 કરોડના બોગસ ITC કૌભાંડમાં નટરાજ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારની ધરપકડ, અન્ય બોગસ પેઢીઓના નામ સામે આવ્યા?

અમદાવાદમાં GST વિભાગે બોગસ ITC મામલે કરી કાર્યવાહી. નટરાજ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર અજયકુમાર શાહની ધરપકડ. તપાસમાં 21.49 કરોડની ખોટી ITC અને 11 બોગસ પેઢીઓની સંડોવણીનો દાવો.

Gujarat Top Stories Ahmedabad Breaking News
GST

Ahmedabad News: અમદાવાદમાં GST વિભાગે બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મામલે મોટી કાર્યવાહી કરી છે. નટરાજ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર અજયકુમાર શાહની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જીએસટી વિભાગની તપાસમાં 21.49 કરોડની ખોટી આઈટીસી મેળવવામાં આવી હોવાનો આક્ષેપ છે.

તપાસ દરમિયાન બોગસ ખરીદી દર્શાવીને ખોટી રીતે આઈટીસી મેળવવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. સમગ્ર મામલે જીએસટી વિભાગે સર્ચ કાર્યવાહી હાથ ધરી મહત્વના દસ્તાવેજો પણ જપ્ત કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

GST વિભાગની કાર્યવાહી 

જીએસટી વિભાગની તપાસ મુજબ નટરાજ ઇન્ડસ્ટ્રીઝ (Natraj Industries)ના ભાગીદાર (Ajay Kumar Shah)દ્વારા રૂપિયા 21.49 કરોડની ખોટી આઈટીસી મેળવવામાં આવી હોવાનો આક્ષેપ છે. બોગસ ખરીદી દર્શાવીને જીએસટી ક્રેડિટ મેળવવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ મામલે જીએસટી વિભાગ દ્વારા નાણાકીય વ્યવહારો અને સંબંધિત દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે.

11 બોગસ પેઢીઓની સંડોવણી સામે આવી

તપાસ દરમિયાન 11 બોગસ પેઢીઓની સંડોવણી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. જીએસટી વિભાગની સર્ચ કાર્યવાહી દરમિયાન કેટલાક મહત્વના દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. હવે આ બોગસ પેઢીઓ અને નટરાજ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચેના વ્યવહારો અંગે તપાસ કરવામાં આવી રહી છે. તપાસ આગળ વધતાં વધુ વિગતો સામે આવી શકે છે. સમગ્ર તપાસમાં પ્રિશા ઇન્ડસ્ટ્રીઝ અને એસ્ટ્રોન કંપનીના નામ પણ સામે આવ્યા છે. જોકે, આ બંને કંપનીઓની ભૂમિકા અંગે જીએસટી વિભાગ તરફથી સત્તાવાર રીતે શું કાર્યવાહી કરવામાં આવે છે તે મહત્વનું રહેશે.

શું બંને કંપનીના માલિકોની પણ ધરપકડ થશે?

હાલ સૌથી મોટો સવાલ એ છે કે પ્રિશા ઇન્ડસ્ટ્રીઝ અને એસ્ટ્રોન કંપની સામે જીએસટી વિભાગ કઈ કાર્યવાહી કરશે? શું તપાસ દરમિયાન જો કોઈ ગેરરીતિ અથવા બોગસ આઈટીસીમાં સંડોવણી સામે આવશે તો બંને કંપની સાથે સંકળાયેલા જવાબદાર વ્યક્તિઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે? હાલ સમગ્ર મામલે જીએસટી વિભાગની તપાસ ચાલી રહી છે અને તપાસ આગળ વધતાં વધુ નામો તથા મહત્વની વિગતો સામે આવવાની શક્યતા છે.


આ પણ વાંચો: રાજ્યમાં જીએસટીનું ઓપરેશન, 11 નકલી પેઢીઓનો પર્દાફાશ; અજયકુમાર શાહની ધરપકડ

આ પણ વાંચો: જામનગરમાં કરોડોનું જીએસટી કૌભાંડ: પાંચ પેઢીઓની મિલકતો જપ્ત

આ પણ વાંચો:જામનગરમાં ₹23 કરોડથી વધુના જીએસટી કૌભાંડનો પર્દાફાશ, પિતા-પુત્રની ધરપકડ