Gir Somnath News/ ગીર સોમનાથમાં ઉના નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

20 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો કબજે

Top Stories Gujarat Others

Gir Somnath News : ગીર સોમનાથ સ્થિત ઉના નજીકથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. એલસીબીને માહિકી મલી હતી કે નેસડાની સીમમાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. માહિતીને આધારે પોલીસે તપાસ કરતા રાત્રિના સમયે દારૂનું કટિંગ થઈ રહ્યું હતું. તે સમયે જ પોલીસે બે શક્સોની દરપકડ કરી હતી. પોલીસે અહીંથી 250 દારૂની પેટી કબજે કરી હતી. તે સિવાય વાવરડાની સીમમાં છુપાવેલો અન્ય 150 પેટી દારૂ પણ મળી આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો સનખાડાના બુટલેગરનો હોવાનું બહાર આવ્યું છે. જેનું નામ સતુ કાના હોવાનું તપાસમાં જણાયું છે. પોલીસે ટ્રાક અને 400 પેટી વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. તે સિવાય 300 પેટી સપ્લાય થી ગઈ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. પોલીસે અહીંથી ટ્રક પણ કબજે કર્યો હતો. પોલીસે દારૂનો જથ્થો અને ટ્રક મળીને 20 લાખતી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: છોટાઉદેપુરના સંખેડામાં કળયુગી શ્રવણે કરી પિતાની હત્યા

આ પણ વાંચો: વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા, છોટાઉદેપુરમાં બની ડબલ મર્ડરની ઘટના

આ પણ વાંચો: છોટાઉદેપુર:પતિએ પત્નીની કરી હત્યા પતિએ પત્નીને માથામાં ડંડો મારી કરી હત્યા અન્ય મહિલા સાથે લગ્ન કરવા બબાલ થઇ હતી પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી