Kutch News/ મુન્દ્રા પોર્ટ પરથી પ્રતિબંધિત દવાનો જથ્થો ઝડપાયો, 14 કરોડથી વધુની કિંમતનો ડ્રગ્સનો જથ્થો જપ્ત

કચ્છના મુન્દ્રા પોર્ટમાં ક્ન્ટેનરમાંથી પ્રતિબંધિત ડ્રગ્સ (Banned Drugs) મળી આવ્યું છે. કન્ટેનરને અમદાવાદથી મુન્દ્રા પોર્ટ એક્સપોર્ટ કરવા માટે મોકલવામાં આવ્યું હતું. 14 કરોડથી વધુ કિંમતનો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો છે. કચ્છના મુન્દ્રા પોર્ટમાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે.

Gujarat Others Breaking News

Kutch News: કચ્છના મુન્દ્રા પોર્ટમાં ક્ન્ટેનરમાંથી પ્રતિબંધિત ડ્રગ્સ (Banned Drugs) મળી આવ્યું છે. કન્ટેનરને અમદાવાદથી મુન્દ્રા પોર્ટ એક્સપોર્ટ કરવા માટે મોકલવામાં આવ્યું હતું. 14 કરોડથી વધુ કિંમતનો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો છે. કચ્છના મુન્દ્રા પોર્ટમાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે.

અમદાવાદથી મુન્દ્રા પોર્ટ એક્સપોર્ટ કરવામાં આવેલા કન્ટેનરમાંથી પ્રતિબંધિત ડ્રગ્સ મળી આવ્યું છે. મુન્દ્રા પોર્ટ ઓથોરિટીએ કન્ટેનરની તપાસ કરતા ડ્રગ્સ મળી આવ્યું છે. અમદાવાદથી મુન્દ્રા પોર્ટ પર 3 કન્ટેનરને એક્સપોર્ટ કરવા મોકલવામાં આવ્યા હતા. પોર્ટ ઓથિરિટીએ તપાસ કરતા કન્ટેનરમાંથી પ્રતિબંધિત ડ્રગ્સ મળી આવ્યું હતું.

પોલીસને 25 લાખથી વધુની ટ્રેમાડોલ (Tremadol) ની ટેબલેટ જપ્ત કરી. પોલીસને 225 MG ટેબ્લેટના 128 કાર્ટૂન મળી આવ્યા. જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત આશરે 14 કરોડથી વધુ થાય છે. મુન્દ્રા પોર્ટ પરથી કન્ટેનરમાં અવારનવાર પ્રતિબંધિત ડ્રગ્સ જપ્ત કરવામાં આવે છે.

એક મહિના અગાઉ મુન્દ્રા પોર્ટ પરથી 2 કન્ટેનરમાંથી 100 કરોડથી વધુની પ્રતિબંધિત ટ્રેમાડોલ દવાનો જથ્થો ઝડપાયો હતો. તપાસમાં રાજકોટના વેપારીએ કન્ટેનર મોકલાયા હોવાનું સામે આવ્યું હતું, આફિક્રાના દેશોમાં કૃત્રિમ ઓપીયોઇડની આફ્રિકાના દેશોમાં ઊંચી માગ હોવાનું ખુલાસો થયો છે. આ ડ્રગ્સને ડિક્લોફેનાક ટેબ અને ગેબેડોલ ટેબ તરીકે જાહેર કરીને મોકલાતો હતો.દવાની સ્ટ્રીપ્સ કે બોક્સ પર કંપનીની વિગતો દર્શાવવામાં આવી ન હતી.

આ પહેલા ઓગસ્ટમાં NDPS એક્ટ હેઠળ પ્રતિબંધિત અને ડ્રગ્સના દાયરામાં આવતા ટ્રેમાડોલનું કન્ટેનર મુંદ્રા SIIB વિગ દ્વારા તાજેતરમાં મુન્દ્રા પોર્ટ પરથી આફ્રિકા વિકાસની મેડિકલ દવાઓ પરના દરોડા પાડી જપ્ત કરવામાં આવ્યું હતું. મુન્દ્રા કસ્ટમ્સ કમિશનર કે. એન એન્જીનીયરના સીધા નેતૃત્વ હેઠળ કામ કરતી એક ટીમે આ કાર્યવાહી કરી હતી.

આ કેસમાં રાજકોટના એક વેપારીનું નામ સામે આવ્યું હતું, ગાંધીધામના સીએચએ અને અમદાવાદમાં વેરહાઉસ હોવાનું બહાર આવતાં તપાસ શરૂ કરવામાં આવી હતી અને હવે આ કેસમાં વધુ કેટલાક નવા ખુલાસા સામે આવી રહ્યા છે. આ અંગે મળતી વધુ માહિતી મુજબ જે કન્સાઈનમેન્ટ પકડાયું છે તે અંગે એવી ચર્ચા ચાલી રહી હતી કે, રાજકોટથી પણ આવા જ કન્ટેઈનરો મોકલવામાં આવ્યા હતા અને હવે આ પાર્ટી જે કન્સાઈનમેન્ટ મુંદ્રાથી રવાના થઈ હતી તેને તપાસ એજન્સીએ પરત મંગાવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 6 માસમાં 1400 કરોડથી વધુ નશાખોરીના પદાર્થો ઝડપાયા, દેશમાં સૌ પ્રથમવાર 21 હજાર કરોડનું ડ્રગ્સ સળગાવાશે, મુંદ્રાથી ઝડપાયેલો 3 ટન હેરોઈનનો જથ્થો કરાશે નષ્ટ

આ પણ વાંચો: મુંદ્રા પોર્ટ હેરોઇન સાથે આતંકવાદી આશંકા , ધરપકડ થયેલાં આરોપીના 10 દિવસના રિમાન્ડ , અમદાવાદની એનઆઇએ કોર્ટે મંજૂર કર્યા રિમાન્ડ , ત્રણ આરોપીઓની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ , આતંકવાદ સાથે વિદેશી ષડયંત્રની પણ આશંકા , મુંદ્રા પોર્ટ પરથી 3 હજાર 

આ પણ વાંચો: મુંદ્રા પોર્ટ પર ડ્રગ્સ મળવાનો મામલો, NIA કરશે સમગ્ર કેસની તપાસ , મુંદ્રા પોર્ટ પરથી મળ્યું હતું 2988.21 કિગ્રા ડ્રગ્સ, અફઘાનિસ્તાનથી વાયા ઇરાનથી મુંદ્ર પહોંચ્યું હતું ડ્રગ્સ