Amarnath Yatra 2026: પવિત્ર અમરનાથ યાત્રા (Amarnath Yatra 2026) શરૂ થાય તે પહેલા શનિવારે બરફથી બનેલા શિવલિંગ (બાબા બર્ફાની) ની પ્રથમ અદ્ભુત તસવીરો સામે આવી ગઈ છે. તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પવિત્ર ગુફામાં હિમ શિવલિંગે પોતાનો પૂર્ણ આકાર લઈ લીધો છે અને હાલ તેની ઊંચાઈ આશરે 5 થી 6 ફૂટ જેટલી છે. આ ભવ્ય સ્વરૂપના સૌથી પહેલા દર્શન ત્યાં સુરક્ષા માટે તહેનાત દેશના વીર જવાનોએ કર્યા હતા. સત્તાવાર અહેવાલ મુજબ, આ વર્ષે અમરનાથ યાત્રા 3 July 2026 થી શરૂ થઈને 9 August 2026 સુધી ચાલશે.
3.6 લાખથી વધુ શ્રદ્ધાળુઓનું રેકોર્ડ રજીસ્ટ્રેશન
આ વર્ષની પવિત્ર યાત્રા માટે ભક્તોમાં અદભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અત્યાર સુધીમાં 3.6 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પોતાનું એડવાન્સ રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે, જેની શરૂઆત 15 April થી થઈ હતી. જો કે, યાત્રાના રૂટ પર હજુ પણ ઘણી જગ્યાએ 10 થી 12 ફૂટ સુધી બરફ જામ્યો છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) ના સેંકડો જવાનો બંને ટ્રેક પરથી બરફ હટાવીને રસ્તો સાફ કરવાના કામમાં દિવસ-રાત વ્યસ્ત છે. સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, 15 June સુધીમાં બંને માર્ગો શ્રદ્ધાળુઓ માટે સંપૂર્ણપણે તૈયાર કરી દેવામાં આવશે.
આ યાત્રા 3 July થી બાલતાલ-સોનમર્ગ અને પરંપરાગત નુનવાન-પહલગામ માર્ગથી એકસાથે શરૂ થશે. 57 દિવસ સુધી ચાલનારી આ આસ્થાની યાત્રા 28 August ના રોજ રક્ષાબંધન અને શ્રાવણ પૂર્ણિમાના પવિત્ર દિવસે સંપન્ન થશે.
ગ્રુપ રજીસ્ટ્રેશન બંધ, એકલદોકલ માટે સ્લોટ ખુલ્લા
5 થી 30 લોકોના મોટા ગ્રુપમાં યાત્રા કરનારા શ્રદ્ધાળુઓ માટેના રજીસ્ટ્રેશન વિતેલા બુધવારે બંધ કરી દેવામાં આવ્યા છે. જો કે, જે ભક્તો એકલા અથવા નાના ગ્રુપમાં આવવા માંગે છે તેમના માટે સ્લોટ ખાલી રહેશે ત્યાં સુધી રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ રહેશે. આ નોંધણી પંજાબ નેશનલ બેંક (PNB), જમ્મુ-કાશ્મીર બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) અને યસ બેંકની નિર્ધારિત શાખાઓ દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન થઈ રહી છે.
અધિકારીઓનો અંદાજ છે કે આ વર્ષે કુલ યાત્રાળુઓનો આંકડો 5 લાખને પાર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2025 માં 4.14 લાખ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા, જ્યારે વર્ષ 2024 માં આ આંકડો 5.10 લાખથી વધુ નોંધાયો હતો.
રસ્તામાં હજુ પણ 12 ફૂટ સુધી બરફ, BRO નું ઓપરેશન ચાલુ
યાત્રાના માર્ગો પર સામાન્ય જગ્યાઓ પર 6 થી 8 ફૂટ અને હિમપ્રપાત (એવલાન્ચ) વાળા સંવેદનશીલ વિસ્તારોમાં 10 થી 12 ફૂટ સુધી બરફની જાડી ચાદર છવાયેલી છે. અત્યાર સુધીમાં બાલટાલ માર્ગ પર 9 કિમી અને નુનવાન-પહેલગામ માર્ગ પર 8 કિમી સુધીના ટ્રેક પરથી બરફ હટાવી લેવાયો છે. ટ્રેકને 12 ફૂટ પહોળો કરવાની સાથે સપાટી સુધારવા, રીટેનિંગ વોલ અને કલ્વર્ટ બનાવવાનું આધુનિક કામ પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
તંબુના બદલે હાઈટેક ‘પ્રી-ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચર’ ની સુવિધા
આ વખતે અમરનાથ(Amarnath) શ્રાઈન બોર્ડ દ્વારા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને આરામ(Amarnath) માટે ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યા છે. બેઝ કેમ્પમાં હવે પરંપરાગત કાપડના તંબુઓને બદલે પ્રી-ફેબ્રિકેટેડ અને ફાઇબર સ્ટ્રક્ચર (રેડીમેડ પાકા મકાનો) બનાવવામાં આવી રહ્યા છે. આ આધુનિક બિલ્ડિંગો તાપમાનમાં અચાનક થતા ઘટાડા, હાડ થીજવતી ઠંડી અને ભારે વરસાદનો સામનો કરવામાં સક્ષમ છે.
દરેક નવી ઇમારતમાં 48 આધુનિક રૂમ બનાવવામાં આવ્યા છે.
પ્રત્યેક રૂમમાં અટેચ્ડ વોશરૂમ અને ગરમ-ઠંડા પાણીની પૂરતી સુવિધા હશે.
ભક્તો માટે જમવાની વ્યવસ્થા સરળ કરવા દરેક ઇમારતમાં પેન્ટ્રી પણ બનાવવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટનું કામ છેલ્લા 3 વર્ષથી ચાલી રહ્યું હતું જે હવે આખરી ઓપમાં છે.
Amarnath માં આપત્તિથી બચવા લેવાયા કડક પગલાં:
ભૂતકાળની હોનારતોને ધ્યાનમાં રાખીને આ વર્ષે તમામ સંવેદનશીલ વિસ્તારો અને પૂરની સંભાવનાવાળા સ્થળોને શ્રદ્ધાળુઓ માટે સંપૂર્ણપણે ‘નો-એન્ટ્રી ઝોન’ જાહેર કરાયા છે.
વાદળ ફાટવા (Cloudburst) અને અચાનક આવતા પૂર (Flash Floods) ના જોખમને કારણે નીચાણવાળા કે જોખમી સ્થળોએ કોઈપણ પ્રકારના ટેન્ટ કે લંગર કેમ્પ લગાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
બાલતાલ અને નુનવાન(Amarnath) માર્ગોના બંને ટ્રેકને મોટા વાહનો અને ઘોડા-ખચ્ચરની(Amarnath) અવરજવર માટે વધુ પહોળા કરવામાં આવ્યા છે અને જૂના પુલનું સમારકામ પૂરું કરાયું છે.
આ પણ વાંચો:આજે ફરી અમરનાથ યાત્રા કરાઈ બંધ, હવે મુસાફરોને મોકલવામાં આવશે આ રુટ !
આ પણ વાંચો:અમરનાથ યાત્રા દરમિયાન અકસ્માત, ત્રણ બસો એકબીજા સાથે અથડાઈ; 10 શ્રદ્ધાળુઓ ઘાયલ
આ પણ વાંચો:પહલગામ અને બાલતાલ બંને રૂટ પર અમરનાથ યાત્રા સ્થગિત, ભારે વરસાદને કારણે સ્થગિત કરાય!


