ફરી એકવાર ફૂડ ડિલિવરી એપ Zomato ની સોશિયલ મીડિયા ટીમે તેનો સ્વાદ સંપૂર્ણપણે બગાડી દીધો છે. હકીકતમાં, કંપનીના એક્ઝિક્યુટિવ સાથે ગ્રાહકની ચેટના કેટલાક સ્ક્રીનશોટ વાયરલ થયા છે. અહેવાલો અનુસાર, તમિલનાડુમાં રહેતા એક માણસે હવે આરોપ લગાવ્યો છે કે Zomato એક્ઝિક્યુટિવે તેને હિન્દી શીખવાની સલાહ આપી છે.
આ પણ વાંચો :બાંગ્લાદેશના PM શેખ હસીનાને તખ્તા પલટનો ડર,પ્રજાને સર્તક રહેવાની અપીલ
સ્ક્રીનશોટ શેર કરતાં વિકાસ નામની વ્યક્તિએ લખ્યું કે, ઝોમેટો ની કસ્ટમર કેર કહે છે કે મને હિન્દી આવડતી નથી એટલે મને પૈસા પાછા આપવામાં આવ્યા નથી. આ સાથે, તેણે મને જૂઠો પણ કહ્યો. ” તે જ સમયે, આ વ્યક્તિએ Zomato કર્મચારીને એમ પણ કહ્યું કે “હિન્દી રાષ્ટ્રભાષા છે અને દરેકને તેને થોડું જાણવું જોઈએ.”
Ordered food in zomato and an item was missed. Customer care says amount can't be refunded as I didn't know Hindi. Also takes lesson that being an Indian I should know Hindi. Tagged me a liar as he didn't know Tamil. @zomato not the way you talk to a customer. @zomatocare pic.twitter.com/gJ04DNKM7w
— Vikash (@Vikash67456607) October 18, 2021
હવે તે પછી શું હતું, આ પછી ઘણા લોકોએ Zomato સાથેની ચેટ પર એક જ પ્રશ્ન પૂછવાનું શરૂ કર્યું કે શું હિન્દી રાષ્ટ્રભાષા છે? આપને જણાવી દઈએ કે દક્ષિણના રાજ્યોમાં પહેલાથી જ હિન્દીના ‘લાદવા’ સામે અવાજ ઉઠ્યો છે, આવી સ્થિતિમાં Zomato ને પાઠ ભણાવવા માટે સોશિયલ મીડિયા પર એક મોટું અભિયાન શરૂ થઈ ગયું છે. હવે આ એપને મોટી સંખ્યામાં અનઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે અને સાથે જ Zomato ને આગળ આવીને તેનું સ્ટેન્ડ સાફ કરવાનું કહેવામાં આવી રહ્યું છે.
I need a strong clarification and public apology from the concerned person who accused me a liar and asked me to learn Hindi without any base reasons
— Vikash (@Vikash67456607) October 18, 2021
આ પણ વાંચો :જમ્મુ-કાશ્મીરમાં દુબઇ રોકાણ કરશે,ઔધોગિક પાર્ક અને મેડિકલ કોલેજ બનાવવામાં આવશે
શું છે સમગ્ર વિવાદ?
ટ્વિટર પર #Reject_Zomato ટ્રેન્ડની શરુઆત વિકાસ નામના એક ટ્વિટર યુઝરે કરી હતી. આ યુઝરના જણાવ્યા અનુસાર, તેમણે જે ઓર્ડર કર્યો હતો તેમાં એક વસ્તુ નહોતી. તેણે આ બાબતે એપ પર કસ્ટમર કેર સાથે વાતચીત શરુ કરી હતી. કસ્ટમરે માંગ કરી કે જે વસ્તુ નથી મળી તેના પૈસા પાછા મળવા જોઈએ. સ્ક્રીનશોટ્સ અનુસાર, કસ્ટમર કેરના કર્મચારીએ ગ્રાહકને કહ્યું કે હોટલનો સ્ટાફ તેમની ભાષા સમજી નથી શકતો. જેના જવાબમાં વિકાસે કહ્યું કે, આ મારો ચિંતાનો વિષય નથી. જો Zomato તમિલનાડુમાં ઉપલબ્ધ છે તો તેમણે એવા લોકોને રાખવા જોઈએ જે ભાષા સમજતા હોય. ગ્રાહકની આ દલીલના જવાબમાં Zomato તરફથી કહેવામાં આવ્યું કે, હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે અને તે ઘણી કોમન છે. દરેક વ્યક્તિને થોડી તો આવડવી જ જોઈએ.
For everyone to know this 👇#Reject_Zomato pic.twitter.com/LB5L5xuQAT
— நாகப்பட்டினத்தான் ❁ (@Vinosh_Selvam) October 19, 2021
5⭐ to 1⭐
Dear @zomato @zomatocare HINDI IS NOT OUR NATIONAL LANGUAGE. IF YOU WANT TO DO BUSINESS IN OUR STATE PLACE EMPLOYEES WHO KNOWS OUR LANGUAGE.#Reject_Zomato pic.twitter.com/mR4OAQbzB8— DOC ➕ (@Calmrade) October 18, 2021
Hindi is not our national language it's one of the official language.
Bye bye @zomato @zomatocare#Reject_zomato pic.twitter.com/4D803W5wzt— V!no (@Vinothk50225581) October 18, 2021
વિકાસે આ ફરિયાદ ટ્વિટર પર કરી તો Zomato એ તેમનો નંબર માંગ્યો. વિકાસે લખ્યું છે કે, મને એક સ્પષ્ટ ખુલાસો જોઈએ અને સાર્વજનિક માફી પણ જોઈએ. કંપનીના કસ્ટમર કેર તરફથી જવાબમાં કહેવામાં આવ્યું કે, ફોન પર વાતચીત પછી વિકાસ સંતુષ્ટ છે. પરંતુ ત્યારસુધી વિકાસની ટ્વિટ વાયરલ થઈ ગઈ હતી. લોકોએ મોટી સંખ્યામાં આ સ્ક્રીનશોટ્સ શેર કર્યા. ખાસકરીને તમિલનાડુના લોકો ઝોમેટો પર રોષે ભરાયા છે.
આ પણ વાંચો :જમ્મુના પૂંછ ખાતે પહોંચ્યા સેનાપ્રમુખ નરવણે, અથડામણના સ્થળની પણ લેશે મુલાકાત
ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી કે ઝોમેટો એ સોશિયલ મીડિયા પર લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હોય. થોડા સમય પહેલા એક ગ્રાહકે હિન્દુ ધર્મના ડિલિવરી બોયની માંગ કરી હતી. ઝોમેટોએ ટ્વિટના જવાબમાં કહ્યુ હતું કે, ખોરાકનો કોઈ ધર્મ નથી હોતો, તે પોતે એક ધર્મ છે. ત્યારપછી ઘણાં લોકોએ ઝોમેટો ના વખાણ કર્યા હતા અને એક વર્ગ એવો પણ હતો જેણે તે સમયે પણ ઝોમેટોને બોયકોટ કરવાનું અભિયાન શરુ કર્યુ હતું.
આ પણ વાંચો :ચારધામામ યાત્રામાં હજારથી વધુ ગુજરાતીઓ ફસાયા,સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
