Breaking News/ મિશન ગુજરાત! દિલ્હીમાં ખડગે અને રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસની હાઈલેવલ બેઠક

દિલ્હીમાં મલ્લિકાર્જૂન ખડગે અને રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ગુજરાત કોંગ્રેસ (Congress) ની મહત્વની બેઠક મળી. ચૂંટણીની તૈયારીઓ અને સંગઠન મજબૂત કરવા પર ભાર મૂકાયો.

Top Stories NATIONAL India
Ahmedabad CTM BRTS Accident

Congress Delhi Meeting Gujarat Elections: ગુજરાતમાં આગામી સમયમાં આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે. આજે દિલ્હી ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા અને ચૂંટણી લક્ષી રણનીતિ તૈયાર કરવા બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

ટોચના નેતાઓની હાજરીમાં મંથન

આ હાઈલેવલ બેઠકમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક પણ હાજર રહ્યા હતા.

Congressના નેતાઓ સાથે સીધો સંવાદ

કોંગ્રેસની આ મહત્વની બેઠકમાં માત્ર રાષ્ટ્રીય નેતાઓ જ નહીં, પરંતુ પ્રદેશ કોંગ્રેસના તમામ અગ્રણી નેતાઓ પણ ખાસ હાજર રહ્યા હતા આ બેઠક બાદ ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં મોટા ફેરફારો અને નવી ગતિવિધિઓ જોવા મળી શકે છે.


આ પણ વાંચો: ગાંધીનગરમાં કોંગ્રેસનો મનરેગા મુદ્દે સરકાર સામે જન આક્રોશ

આ પણ વાંચો: રાજુ કરપડા કોંગ્રેસનો હાથ પકડશે કે ભાજપનો ખેસ ધારણ કરશે?

આ પણ વાંચો: સુરત કોંગ્રેસ પ્રમુખની ગુજરાત હાઈકોર્ટમાં અરજી, ‘SIR’ પ્રક્રિયામાં મનસ્વીતાનો આરોપ