Gandhinagar News/ ગાંધીનગરમાં કોંગ્રેસનો મનરેગા મુદ્દે સરકાર સામે જન આક્રોશ

Amit Chavdaએ સભામાં કહ્યું કે MGNREGA કૌભાંડ અને મહિલા કર્મચારીઓના શોષણના પુરાવા સાથે લોકો અહીં પહોંચ્યા છે

Gujarat Gandhinagar
MGNREGA

Gandhinagar News : કેન્દ્ર સરકાર દ્વારા Mahatma Gandhi National Rural Employment Guarantee Act મનરેગા (MGNREGA)ને બદલે નવી ‘વિકસિત ભારત જી રામ જી’ યોજના લાવવાના વિરોધમાં Indian National Congressની ગુજરાત એકમ સક્રિય થઈ છે. 16 ફેબ્રુઆરી 2026, સોમવારે વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે Gujarat Pradesh Congress Committee દ્વારા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ‘મનરેગા બચાવો સંગ્રામ’ અંતર્ગત વિશાળ ‘જન આક્રોશ સભા’ યોજાઈ હતી.

રાજ્યભરમાંથી આવેલા ખેડૂતો, આદિવાસીઓ, મહિલા કર્મચારીઓ અને કાર્યકરોની હાજરીમાં કોંગ્રેસના અગ્રણી નેતાઓએ સરકાર પર કટાક્ષ અને આક્ષેપો કર્યા. સાથે જ 2027ની વિધાનસભા ચૂંટણી માટે Rahul Gandhi ગુજરાતમાં અગાઉથી જ પ્રચાર શરૂ કરશે તેવી જાહેરાત કરીને પક્ષે પોતાની રાજકીય તૈયારી પણ દર્શાવી.

અમિત ચાવડાનો હુંકાર

Amit Chavdaએ સભામાં કહ્યું કે મનરેગા (MGNREGA)કૌભાંડ અને મહિલા કર્મચારીઓના શોષણના પુરાવા સાથે લોકો અહીં પહોંચ્યા છે. તેમણે જણાવ્યું કે, “રાહુલ ગાંધીના યોદ્ધાઓ તમારા હક્ક માટે રસ્તા પર અને વિધાનસભામાં લડશે; જરૂર પડશે તો લાઠી અને ગોળી પણ ખાઈશું.”

તેમણે ‘જન આક્રોશ યાત્રા’ દરમિયાન દારૂ, ડ્રગ્સ અને ભ્રષ્ટાચાર સંબંધિત મુદ્દાઓ સામે આવ્યા હોવાનો દાવો કર્યો અને પોલીસ તંત્રની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા. આદિવાસી હકો અને ખેડૂતોના પ્રશ્નો અંગે કોંગ્રેસની લડત ચાલુ રહેશે તેવો સંકલ્પ તેમણે વ્યક્ત કર્યો.

‘ડબલ એન્જિન’ સરકાર પર પ્રહાર

વિપક્ષના નેતા Tushar Chaudharyએ ભાજપના ‘ડબલ એન્જિન’ સૂત્ર પર કટાક્ષ કરતાં કહ્યું કે, “એક એન્જિન ભાવ વધારે છે અને બીજું ભ્રષ્ટાચાર કરે છે.” તેમણે રાજ્યમાં કરોડો લોકોને મફત અનાજ આપવાની જરૂરિયાત અંગે પ્રશ્નો ઉઠાવ્યા અને ભ્રષ્ટાચારના કેસોમાં અધિકારીઓની ધરપકડનો ઉલ્લેખ કર્યો.

પૂર્વ કેન્દ્રીય મંત્રી Bharatsinh Solankiએ પણ ભાજપ પર ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા.

બેલેટ પેપર, ‘બી ટીમ’ અને મહિલા મુદ્દા

ધારાસભ્ય Shailesh Parmarએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બેલેટ પેપરથી કરાવવાની માંગ કરી અને Aam Aadmi Partyને ભાજપની ‘બી ટીમ’ ગણાવી.

સાંસદ Geniben Thakorએ દારૂ-ડ્રગ્સ અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતા મુદ્દે સરકારની ટીકા કરી. મહિલા નેતા Jeni Thummarએ મહિલા મંત્રીઓ પર કટાક્ષ કરતાં મહિલાઓના પ્રશ્ને મૌન વલણનો આક્ષેપ કર્યો.

આદિવાસી નેતા Anant Patelએ ભાજપને ‘નારંગી ગેંગ’ કહી અન્યાયી સરકારને બદલવા અપીલ કરી.

આ રીતે મનરેગા (MGNREGA) મુદ્દે કોંગ્રેસે રાજ્યમાં રાજકીય તાપમાન વધારતા 2027ની ચૂંટણી માટે લડતનો સૂર વધુ તીવ્ર બનાવ્યો છે.


આ પણ વાંચો : મનરેગા ઠપ્પ, ખેડૂતોને વળતર અધૂરું, રાવ નરેન્દ્ર સિંહે ભિવાનીથી ભાજપ સરકારને લલકાર્યું

આ પણ વાંચો : મનરેગા હવે ‘VB G RAMJI’ તરીકે ઓળખાશે! જગદીશ વિશ્વકર્માના કોંગ્રેસ પર આકરા પ્રહાર..

આ પણ વાંચો : રાજકોટના ધોરાજીમાં ફરી ધૂણ્યું મનરેગા કૌભાંડનું ભૂત, ચાર સામે ગુનો નોંધાતા ખળભળાટ