Valsad News : વલસાડ (Valsad)જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રે વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા મહત્વનો નિર્ણય લીધો છે. જિલ્લાના તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં 8 જુલાઈના રોજ રજા (School Holiday)જાહેર કરવામાં આવી છે.
જિલ્લાના તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં 8 જુલાઈના રોજ રજા (School Holiday)જાહેર
આ નિર્ણય મુજબ જિલ્લામાં આવેલી તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓ, તમામ કોલેજો, તમામ આઈ.ટી.આઈ. તેમજ તમામ આંગણવાડી કેન્દ્રો બંધ રહેશે.
જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ અને વિદ્યાર્થીઓના સલામત અવરજવરને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તંત્રએ જણાવ્યું છે.
જિલ્લા વહીવટી તંત્રે તમામ શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકો, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને આ આદેશની નોંધ લઈને તેનું સત્વરે પાલન કરવા અપીલ કરી છે. સાથે જ લોકોને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી રાખવા પણ સૂચના આપવામાં આવી છે.
