Surat News/ સુરત કોંગ્રેસ પ્રમુખની ગુજરાત હાઈકોર્ટમાં અરજી, ‘SIR’ પ્રક્રિયામાં મનસ્વીતાનો આરોપ

સુરત કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધવાલાએ ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (Sir Process)’ પ્રક્રિયામાં અનિયમિતતાના આક્ષેપ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી.

Top Stories Gujarat Surat Breaking News
SIR Process

Surat News:સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા એ ચૂંટણી પંચની સ્થાનિક અધિકારીઓ દ્વારા ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR Process)’ પ્રક્રિયામાં મનસ્વી અને અપારદર્શક કામગીરીના આરોપ સાથે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. આ પિટિશનમાં ભારત સરકારના રજિસ્ટ્રેશન ઓફ ઇલેક્ટર્સ રૂલ્સ, 1960ના સ્પષ્ટ ઉલ્લંઘનની વાત કરવામાં આવી છે. એડવોકેટ ઝમીર શેખ દ્વારા દાખલ કરાયેલી આ અરજીમાં કોર્ટને SIR પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ અને નિયમવિરુદ્ધ કામગીરીને રોકવા માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી છે.

SIR પ્રક્રિયા (SIR Process) મુદ્દે રાજ્યવ્યાપી સ્તરે પણ વિવાદો સર્જાયા

નિયમો અનુસાર મતદારોના વાંધા અથવા નામ કાપવા સંબંધિત ફોર્મ-7 ફક્ત ટપાલ મારફતે જ સ્વીકારવાના હોય છે. તેમ છતાં સ્થાનિક અધિકારીઓ દ્વારા રૂબરૂ (વ્યક્તિગત) ફોર્મ-7 સ્વીકારવામાં આવ્યા છે, જે સ્પષ્ટ નિયમોનું ઉલ્લંઘન છે.SIR પ્રક્રિયા દરમિયાન મળેલા તમામ વાંધાઓને નોટિસ બોર્ડ પર જાહેર કરવાની ફરજિયાત જોગવાઈ છે. પરંતુ હજુ સુધી આ વાંધાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા નથી.

આ બંને મુદ્દાઓને કારણે મતદાર યાદીની સુધારણા પ્રક્રિયામાં મનસ્વીતા થઈ રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR Process) એ ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી વ્યાપક મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા છે. તેમાં ઘરે-ઘરે મુલાકાત લઈને વોટર્સની વિગતો ચકાસવામાં આવે છે. ગુજરાતમાં આ પ્રક્રિયા 2025ના અંતમાં શરૂ થઈ હતી અને તેમાં લાખો નામોની ઉમેરણી તેમજ કાપણી થઈ છે.આ પ્રક્રિયા દરમિયાન રાજ્યવ્યાપી સ્તરે પણ વિવાદો સર્જાયા છે, જેમાં ફોર્મ-7ના દુરુપયોગ અને મોટી સંખ્યામાં નામ કાપવાના આરોપો સામેલ છે.


આ પણ વાંચો :માનવ અધિકાર આયોગ ખાનગી સિવિલ વિવાદો ઉકેલવાનું મંચ નથી: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો :માલિકની મંજૂરી વગર બાંધકામ કરનાર ભાડુઆતને મિલકત ખાલી કરવી પડશે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો :જીવલેણ દોરી સામે ગુજરાત હાઈકોર્ટનો સખ્ત વલણ: ચાઈનીઝ દોરી-તુક્કલ હવે નહીં ચાલે!