Junagadh News/ અમરેલી જિલ્લા કોંગ્રેસના પૂર્વ MLA પ્રતાપ દુધાતની કાર આંતરવાનો પ્રયાસ

દુધાળા ગામ પાસે એક બદમાશે તેમની કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો અને તેમના પર હુમલો કર્યો હતો. પ્રતાપ દુધાતના ડ્રાઇવરે ધારી પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા સાથે આ ઘટના અંગે વાત કરી હોવાની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે.

Top Stories Gujarat Breaking News

Junagadh News:જૂનાગઢમાં (junagadh) ગુજરાત કોંગ્રેસ તાલીમ શિબિર યોજાઈ હતી.આ શિબિરમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સહિત રાષ્ટ્રીય નેતાઓ હાજર રહ્યા હતા. જોકે,અમરેલી (Amreli) જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત અને ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ પૂંજા વંશની ગેરહાજરીએ ખાસ્સી ચર્ચા જગાવી હતી. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતની કાર પર હુમલો થયો હોવાના અહેવાલ છે.

અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતની કાર પર હુમલો થયો છે.ગઈકાલે રાત્રે પ્રતાપ દુધાત સોમનાથથી પરત ફરી રહ્યા હતા ત્યારે દુધાળા ગામ પાસે એક બદમાશે તેમની કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો અને તેમના પર હુમલો કર્યો હતો. પ્રતાપ દુધાતના ડ્રાઇવરે ધારી પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા સાથે આ ઘટના અંગે વાત કરી હોવાની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે.રાત્રે 10 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટના અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પ્રતાપ દુધાત હવે આ ઘટના અમરેલી જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂ કરશે. કોંગ્રેસ પ્રમુખની કાર પર થયેલા હુમલાથી અનેક વિવાદો ઉભા થયા છે. તેઓ તાજેતરમાં યોજાયેલા તાલીમ શિબિરમાં ગેરહાજર રહ્યા હતા, પરંતુ રાજ્ય કોંગ્રેસના નેતાઓએ તેમની ગેરહાજરીનું કારણ આપ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જૂનાગઢમાં શિષ્યવૃત્તિ કૌભાંડનો પર્દાફાશ, 5 કરોડથી વધુની ઉચાપત, 12 સંસ્થા સામે પોલીસ ફરિયાદ

આ પણ વાંચો: જૂનાગઢમાં કેદીને સુવિધા આપવાના મામલે PSI સહિત 3 પોલીસ કર્મી સસ્પેન્ડ

આ પણ વાંચો:જૂનાગઢના પ્રેરણા ધામ ખાતે યોજાઈ રહેલા કોંગ્રેસ તાલીમ શિબિરમાં હાજરી આપશે રાહુલ ગાંધી