અમદાવાદ,
લોકસભાની ચૂંટણીઓને લઈને ગુજરાતમાં ચિત્ર સ્પષ્ટ થયું છે. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકોના ફોર્મ ભરવાના આજે ગુરુવારે અંતિમ દિવસે ભાજપઅને કોંગ્રેસે ઉમેદવારો જાહેર કરીને ફોર્મ ભરાવી દીધા છે. કૉંગ્રેસે ગત મોડી રાતે ભરૂચમાંથી શેરખાન પઠાણ અને દાહોદમાંથી બાબુ કટારાને ટિકિટ આપતા હવે કોણ કોની સામે લડશે તે ચિત્ર સ્પષ્ટ થયું છે.
ભરૂચ લોકસભા બેઠક પર પી.ડી.વસાવાએ ચૂંટણી લડવાની ના પાડતા કોંગ્રેસે શેરખાન પઠાણને ઉમેદવાર તરીકે જાહેર કર્યાં છે.
આવતીકાલથી બન્ને રાજકીય પક્ષોના ઉમેદવારોના પ્રચાર ઝૂંબેશનો પ્રથમ તબક્કો શરૂ થશે.
| બેઠક | કોંગ્રેસ | ભાજપ |
| પાટણ | જગદીશ ઠાકોર | ભરતસિંહ ડાભી |
| પંચમહાલ | વી.કે. ખાંટ | રતનસિંહ રાઠોડ |
| વલસાડ | જીતુ ચૌધરી | કે.સી.પટેલ |
| પોરબંદર | લલિત વસોયા | રમેશ ધડુક |
| જૂનાગઢ | પૂંજાભાઈ વંશ | રાજેશ ચુડાસમા |
| રાજકોટ | લલિત કગથરા | મોહન કુંડારિયા |
| કચ્છ | નરેશ એન.મહેશ્વરી | વિનોદ ચાવડા |
| નવસારી | ધર્મેશ પટેલ | સી.આર.પાટિલ |
| અમદાવાદ(વેસ્ટ) | રાજુ પરમાર | ડૉ.કિરીટ સોલંકી |
| વડોદરા | પ્રશાંત પટેલ | રંજન ભટ્ટ |
| છોટાઉદેપુર | રણજીત રાઠવા | ગીતાબેન રાઠવા |
| આણંદ | ભરતસિંહ સોલંકી | મિતેશ પટેલ |
| અમરેલી | પરેશ ધાનાણી | નારણ કાછડિયા |
| જામનગર | મૂળુ કંડોરિયા | પૂનમ માડમ |
| ગાંધીનગર | સી.જે.ચાવડા | અમિત શાહ |
| સુરેન્દ્રનગર | સોમા ગાંડા પટેલ | ડૉ.મહેન્દ્ર મુંજપરા |
| મહેસાણા | એ.જે.પટેલ | શારદાબેન પટેલ |
| ભરૂચ | શેરખાન પઠાણ | મનસુખ વસાવા |
| બનાસકાંઠા | પરથી ભટોળ | પરબત પટેલ |
| અમદાવાદ ઈસ્ટ | ગીતાબેન પટેલ | એચ.એસ.પટેલ |
| બારડોલી | તુષાર ચૌધરી | પ્રભુ વસાવા |
| સુરત | અશોક અધેવાડા | દર્શના જરદોશ |
| ભાવનગર | મનહર પટેલ | ભારતીબેન શિયાળ |
| ખેડા | બિમલ શાહ | દેવુસિંહ ચૌહાણ |
| સાબરકાંઠા | રાજેન્દ્રસિંહ ઠાકોર | દીપસિંહ રાઠોડ |
| દાહોદ | બાબુ કટારા | જશવંતસિંહ ભાભોર |
