Not Set/ IPL 2019: મુંબઇએ ચેન્નાઇનો વિજયરથ અટકાવ્યો, 37 રનથી જીત્યો રોમાંચક મુકાબલો

મુંબઇ, સૂર્યકુમાર યાદવની 59 રનની આક્રમક અર્ધશતક ઇનિંગ અને હાર્દિક પંડ્યાની 3 અને લસિથ મલિંગના 3 વિકેની ઘાતક બોલિંગના સહારે મુંબઇએ બુધવારે ચેન્નાઇના વિજયી રથને રોકી દીધો હતો. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ રોમાંચક મેચમાં મુંબઇએ આ સીઝનમાં જીતની હેટ્રિક બનાવનારી ચેન્નાઇની ટીમને 37 રને હરાવી હતી. જણાવી દઇએ કે આઇપીએલ સીઝન 12 માં ચેન્નાઇની આ […]

Uncategorized

મુંબઇ,

સૂર્યકુમાર યાદવની 59 રનની આક્રમક અર્ધશતક ઇનિંગ અને હાર્દિક પંડ્યાની 3 અને લસિથ મલિંગના 3 વિકેની ઘાતક બોલિંગના સહારે મુંબઇએ બુધવારે ચેન્નાઇના વિજયી રથને રોકી દીધો હતો. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ રોમાંચક મેચમાં મુંબઇએ આ સીઝનમાં જીતની હેટ્રિક બનાવનારી ચેન્નાઇની ટીમને 37 રને હરાવી હતી. જણાવી દઇએ કે આઇપીએલ સીઝન 12 માં ચેન્નાઇની આ પહેલી હાર છે. આ સાથે મુંબઈ આઈપીએલમાં 100 મેચ જીતનાર પ્રથમ ટીમ બની છે.

ટોસ હારીને પહેલી બેટિંગ કરનાર મુંબઇએ નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 170 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ચેન્નાઇની ટીમ 8 વિકેટ ગુમાવીને 20 ઓવરમાં માત્ર 133 રન જ બનાવી શકી હતી અને ચેન્નાઇએ પહેલી વખત આ સીઝનમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નાઇ તરફથી  કેદાર જાધવે સર્વાર્ધિક 58 રન બનાવ્યા હતા. આ મેચમાં હાર્દિક પંડ્યાને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

મુંબઇ IPLમાં 100 મેચ જીતનાર પ્રથમ ટીમ બની

આઇપીએલની 15મી મેચમાં ચેન્નાઇને મ્હાત આપીને મુંબઇ આઇપીએલમાં 100 મેચ જીતનાર પ્રથમ ટીમ બની છે. તેના પછી ચેન્નાઇએ સૌથી વધુ 93 મેચ જીતી છે, જયારે 88 જીત સાથે કોલકાતા નાઈટ રાઈડર્સ ત્રીજા સ્થાને છે. 2008થી અત્યાર સુધીમાં મુંબઈએ 175 મેચ રમી છે, જેમાંથી તેણે 100 મેચ જીતી છે જયારે 75માં હારનો સામનો કર્યો છે. આ જીતમાં સુપરઓવરની જીતનો પણ સમાવેશ થાય છે.

હાર્દિંક પંડ્યા – મેન ઓફ ધ મેચ

આ રોમાંચક મુકાબલામાં હાર્દિંક પંડ્યાનુ બેટિંગ અને બોલિંગમાં બન્ને રીતે શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. હાર્દિંક પંડ્યાએ 8 બોલમાં 25 રનની આક્રમક બેટિંગ ઉપરાંત 4 ઓવરમાં માત્ર 20 રન આપીને 3 વિકેટ ખેરવી હતી. તેની શાનદાર બેટિંગ-બોલિંગને કારણે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

https://twitter.com/IPL/status/1113513243526320128

મુંબઈની ટીમ: રોહિત શર્મા, ક્વિન્ટન ડી કોક, સુર્યકુમાર યાદવ, યુવરાજસિંહ, કાયરન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, હાર્દિક પંડ્યા, રાહુલ ચહર, જેસન બેહરેનડોર્ફ, લસિથ મલિંગા અને જસપ્રીત બુમરાહ

ચેન્નાઇની ટીમ: અંબાતી રાયુડુ, શેન વોટ્સન, સુરેશ રૈના, એમએસ ધોની (કેપ્ટ્ન/વિકેટકીપર), કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, ડવેન બ્રાવો, દિપક ચહર, શાર્દુલ ઠાકુર, મોહિત શર્મા અને ઇમરાન તાહિર