@જયદિપ પરમાર,મંતવ્ય ન્યુઝ,છોટાઉદેપુર
પાવી જેતપુર ખાતે ગઇકાલે ખોરવાણીયાની મહીલાઓએ પી.એસ.આઈ. સામે ફરીયાદ દાખલ કરવા હલ્લાબોલ કર્યું હતું જેને લઈને આખા દીવસના ડ્રામા બાદ મોડી રાત્રે પાવી જેતપુરના પી.એસ.આઈ, કોન્સ્ટેબલ અને જીઆરડી જવાન સામે હત્યાની કોશીશનો ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી હતી. ફરીયાદમાં પી.એસ.આઈ.નું ક્યાય પણ નામ કે હોદ્દો પણ ન દેખાતા કાર્યવાહી સામે શંકા સેવાઇ રહી હતી.
પ્રાપ્ત માહીતી મુજબ પાવી જેતપુર તાલુકાનાં ઘૂટિયા ખાતે ૧ લી તારીખના સવારે ૮ વાગ્યે દારૂની ખેપ મારવા જતા યુવકોને પાવી જેતપુરના પી.એસ.આઈ. કોન્સ્ટેબલ અને જી.આર.ડી જવાન ખાનગી વાહન લઈને જતા હતા ત્યારે રસ્તામાં રોકવા માટે બાઇક ચાલક યુવક રાજેશને લાકડીનો ફટકો મારતા બંને બાઈક સવાર યુવકો નીચે પડી ગયા હતા. મામલો ગરમાતા જીલ્લાના ઉચ્ચ પોલીસ અધીકારીઓ પાવી જેતપુર દોડી આવ્યા હતા. અને પાવી જેતપુર પી.એસ.આઈ. સામે જ્યાં સુધી ફરીયાદ દાખલ નહી થાય ત્યાં સુધી ઘરે નહી જવાની જીદ લઈને બેસતા આખરે આખા દીવસના ડ્રામા બાદ પાવી જેતપુરના પી.એસ.આઈ., કોન્સટેબલ કમલેશ અને જી.આર.ડી જવાન સુરપાન સામે ઇપીકો ૩૦૭, ૩૨૫ અને ૧૧૪ મુજબ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી.પી .એસ ,આઈ રૂમમાં લઈ જવાયા હતા. પરંતુ મહીલાઓએ તે રૂમની બહાર અડીંગો જમાવતા મોડેથી ફરીયાદની કાર્યવાહીની વાત કરતાં મહીલાઓ બહાર નીકળતા પી.એસ.આઈ.ને પોલીસ મથકમાથી છટકાવાનો મોકો મળતા તેઓ પોલીસ મથક છોડીને ક્યાંક નીકળી ગયા હતા.
હવે જોવાનું એ રહે છે કે સામાન્ય દારૂના ગુનામાં પકડાયેલા આરોપીને પકડવા માટે આકાશ પાતાળ એક કરતી પોલીસ પોતાના જ સ્ટાફના અને તે પણ હત્યાની કોશીષના ગુનાનો આરોપી પી.એસ.આઈ.ને ક્યારે પકડીને જેલના સળીયા પાછળ ધકેલશે કે પછી ટેકનીકલ મુદ્દો બનાવીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવશે.તે જોવાનું રહ્યું.
